Abtak Media Google News

ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.ના બ્રહ્મ બોધવચનો તેમજ તપસ્વી મહાસતીજીઓના તપ અનુમોદનાના જય જયકારી ગુંજી ઉઠી કોલકત્તાની દ્વિતીય યુવા શિબિર: ત્રિદિવસીય શિબિરમાં પ્રભુના નેચરની પૂજા કરવાનો બોધ પામ્યા એનઆરઆઈ ભાવિકો

હજારો હજારો જીવોની લાઈફને ડીવીનીટીની ડિઝાઇન આપી રહેલ રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં ૭૦ થી વધારે એનઆરઆઈ જેઓ આફ્રિકા, કોંગો, સુદાન, સીંગાપોર, દુબઈ, લંડનઅને અમેરીકા જેવાં દેશ, જ્યાં સંત સાંનિધ્ય અને પ્રવચનનો લાભ નહિવત મળતો હોય છે તેવાં ક્ષેત્રોમાંથી સ્પિરિચ્યુઆલિટી વધારવા અને પોતાની સેલ્ફને એક સ્ટેપ આગળ વધારવાનાં લક્ષ્ય સાથે ત્રણ દિવસની શિબિરમાં જોડાયાં હતાં.

ગુરુદેવે ભાવિકોને બોધિત કરતાં ફરમાવ્યું કે, જ્યારે પણ આપણે પરમાત્માને મળ્યા ત્યારે તેમના બાહ્ય અસ્તિત્વને જ મળ્યા પણ આંતરિક આત્માને નથી મળ્યા. પ્રભુની પૂજા કરવી શ્રેષ્ઠ છે પરંતુ પ્રભુના નેચરની પૂજા કરવી સર્વશ્રેષ્ઠ છે.પ્રભુપુત્ર બનીને પ્રભુ જેવા અનંત જ્ઞાનને પામવા આ શિબિરમાં શિબિરાર્થીઓએ પૂજ્ય ગુરૂદેવની પ્રેરણા પામી તત્વાર્થ સૂત્રના સૂત્રો અને ભાવોને સમજવાની શરૂઆત કરી હતી.

The-Sure-Shot-Warriors-Team-Celebrates-Victory-On-Their-Way-To-Cargill
the-sure-shot-warriors-team-celebrates-victory-on-their-way-to-cargill

બાળકો માટે ડ્રામા, ગેમ્સ, એક્ટિવિટી, પરફોર્મન્સથી નવદીક્ષિત મહાસતીઓએ બાળકોને અંગ્રેજીમાં સમજ આપી તેઓને સંયમ જીવનની અનુભૂતિ કરાવી હતી. લુક એન્ડ લર્ન જૈન જ્ઞાન ધામના બાળકોએ નાનકડી નાટિકા દ્વારા લુક એન્ડ લર્નમાં પામેલ સંસ્કારો અને આગમ ગ્રંથોનો પરિચય આપી ગુરુભક્તિ અર્પણ કરી હતી.

સાથે જ, તે શિબિરના ત્રીજા જ દિવસે આયોજીત કરવામાં આવેલી ચતુર્માસની દ્વિતીય યુવા શિબિર હજારો હજારો ભાવિકોને સત્યની દ્રષ્ટિ આપવા સાથે તપધર્મ પ્રત્યે અહોભાવિત કરી ગઈ હતી.

The-Sure-Shot-Warriors-Team-Celebrates-Victory-On-Their-Way-To-Cargill
the-sure-shot-warriors-team-celebrates-victory-on-their-way-to-cargill

પારસધામ સંઘના ઉપક્રમે કોલકાતાની ધરા પર રચાયેલાં ડુંગર દરબારના વિશાળ શામિયાણામાં આયોજિત કરવામાં આવેલી પાંચ રવિવારીય યુવા શિબિરની શૃંખલામાં દ્વિતીય શિબિરમાં હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવના બ્રહ્મ સ્વરે ‘મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્ત્રોત’ની સિદ્ધિદાયક સાધનાનો મંગલકારી પ્રારંભ કરવામાં આવ્યો હતો. પૂજ્ય ગુરુદેવના નાભિનાદથી પ્રગટ થતાં લયબદ્ધ સ્વરે દિવ્ય આહવાન સાથેની કરવામાં આવેલી આ જપ સાધના હજારો હૃદયમાં દિવ્યતાની સ્પંદના કરાવી ગઈ હતી.

એ સાથે જ, આદ્ય ગુરુવર્યોના જયકાર બાદ આ અવસરે પૂજ્ય ગુરુદેવે અંતરદ્રષ્ટિ ઉઘાડી દેતાં બોધ વચનો ફરમાવતાં કહ્યું હતું કે, આજના આપણા નેચરના આધારે જ આવતીકાલનું આપણું ફ્યુચર નક્કી થઈ જતું હોય છે. જેવું આજનું નેચર એવું જ ફ્યુચરનું સ્ટ્રક્ચર મળતું હોય છે. આપણા સ્ટ્રક્ચર પર કદાચ હજી પણ આપણાં મધર-ફાધરની ઇફેક્ટ હોઈ શકે પણ આપણા નેચરને માત્ર આપણે જ ક્રિએટ કરી રહ્યાં છીએ. અને જો આપણો નેચર પ્રોપર નથી હોતો તો આખી લાઈફ ડિસ્ટર્બ થઈ જતી હોય છે.

આ અવસરે પૂજ્ય વિનમ્રમુનિ મહારાજ સાહેબે “ચેક યોર નેચર એન્ડ ચેન્જ યોરસેલ્ફનો બોધ આપીને સહુને પ્રેરિત કર્યા હતાં. ઉપરાંતમાં પૂજ્ય પરમ સંબોધીજી મહાસતીજીએ પ્રેક્ટીકલ પ્રયોગ દ્વારા ભાવિકોને “ઓવર થીંકીંગની પ્રોસેસમાંથી બહાર આવી જવાનો હિતકારી બોધ આપ્યો હતો. એ સાથે જ, યુવાનોએ અસરકારક ડ્રામા દ્વારા ‘ગુરુ’ પાસે ક્ધફેશન કરીને બંધનમુક્ત બનવાની સુંદર પ્રેરણા આપી હતી.

વિશેષમાં ૨૫ ઉપવાસની આરાધના સાથે માસક્ષમણ તપની સાધના તરફ આગળ વધી રહેલાં પૂજ્ય પરમ સમાધિજી મહાસતીજી તેમજ પૂજ્ય પરમ પ્રભુતાજી મહાસતીજી અને ૧૩ઉપવાસની આરાધના સાથે આગળ વધી રહેલા નવદીક્ષિત પૂજ્ય પરમ સ્વમિત્રાજી મહાસતીજીના ત્યાગ ભાવનું સન્માન અને સત્કાર કરવા આ અવસરે અત્યંત અહોભાવથી એમના પ્રવેશ વધામણા કરવામાં આવ્યા હતા.

સમસ્ત કોલકત્તા સ્થાનકવાસી સમાજના છેલ્લા ૨૦ વર્ષના સમયગાળા પછી જ્યારે ત્રણ ત્રણ સંયમી આત્માઓની આવી ઉગ્ર તપસ્યા ચાલી રહી છે ત્યારે વિશાળ સમુદાયે એમના તપની ભૂરી ભૂરી અનુમોદના કરીને તપસ્વી મહાસતીજીઓના જયકારના ગુંજારવથી ડુંગર દરબારને ગજાવી દીધો હતો.

ભક્તિભાવ અને અહોભાવથી ભર્યા ભર્યા વાતાવરણને માણતાં માણતાં તૃતીય શિબિરની આતુરતા સાથે આ શિબિરનું સમાપન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.