Abtak Media Google News

અમેરિકાના સચિવ ભારતની મુલાકાતે : વડાપ્રધાન, વિદેશમંત્રી સાથે અફઘાન મુદ્દે ગહન ચર્ચા

અફઘાનિસ્તાનમાંથી ડ્રોપ આઉટના અમેરિકાના નિર્ણયની જાહેરાતની સાથે જ તાલીબાનોએ અસલીરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે અને મોટાભાગના અફઘાનિસ્તાનના કબ્જાગ્રસ્ત વિસ્તારોમાં સરીયતના કાયદાના અમલ સાથે હિંસામાં ઉતરી આવેલા તાલીબાનોઓ અફઘાનિસ્તાનનું જીવન દૌજખ બનાવી દીધું હતું અને વ્યાપક પ્રમાણમાં હિજરત અને વર્ગ વિગ્રહની પરિસ્થિતિ વચ્ચે ગઇકાલે અમેરિકાના સચિવ એન્ટોની બ્લીકંને ભારતની મુલાકાત દરમિયાન વડાપ્રધાનને મળી ભારત-અમેરિકાના સંબંધો વધુ સુદ્રઢ બનાવવાના સંકેત આપ્યા હતાં. એન્ટોની બ્લીકંને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ ચિંતાજનક અને તાલીબાનો સમગ્ર દેશને દૌજખ જેવી સ્થિતિમાં મૂકી દેશે.

ભારતની પ્રથમ મુલાકાતે આવેલા એન્ટોની બ્લીકંને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી એસ.જય શંકર, અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે અફઘાનિસ્તાન, કોવિડ અને કવાદ સમજૂતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. વિદેશ સચિવે ઉંચાડ પૂર્વકની ચર્ચા કરીને તમામ મુદ્ે ભારત-અમેરિકાના સંબંધોને વધુ સુદ્રઢ બનાવવાની હિમાયત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં તાલીબાનો બેફામ બન્યા છે. હવે આંતરરાષ્ટ્રીય માન્યતા માટે મહેનત કરી રહ્યાં છે પરંતુ પોતાના જ નાગરિકોની કોઇ સુરક્ષા જાળવતા નથી.

એન્ટોની બ્લીકંનની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોને સુદ્રઢ બનાવવાના રાષ્ટ્રપતિ બિડનના દ્રઢ સંકલ્પને હું આવકારું છું. લોકતાંત્રીક મૂલ્યને સુદ્રઢ બનાવી વિશ્ર્વશાંતિ માટે નિમિત બનશે. અમેરિકાએ પણ ભારતની ભૂમિકા અને પ્રભુત્વને આવકાર આપ્યો હતો.

અફઘાનિસ્તાનમાં અમેરિકાની ઘર વાપસી અંગે બ્લીકંને જણાવ્યું હતું કે તાલીબાનો હવે બેફામ બન્યા છે તેની ઉપર નજર રાખવાની જરૂરત છે. ભારત-અમેરિકા વર્તમાન પરિસ્થિતી અને પડકારોમાં એકબીજાને વધુ મદદરૂપ થશે. પાકિસ્તાન પાછલા બાંરણે તાલીબાનોને અફઘાનિસ્તાનની સરકાર સાથે લડવા માટે મદદ કરી રહ્યું છે. બ્લીંકન અને વિદેશ મંત્રી જયશંકરે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કવાદના તમામ મુદ્ાઓ પર અમલ થશે. ભારત અમેરિકાના પરસ્પરના સંબંધોથી જ કોરોના જેવી આફત પણ સાંગોપાંગ પાર પડી ગઇ. બ્લીંકને સુરક્ષા સલાહકાર સાથેની પ્રથમ મુલાકાતની પ્રાદેશિક સુરક્ષા અંગે મહત્વની ચર્ચા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.