વિશ્વનાં સૌથી ઊંચા જીવંત માણસ તૂર્કીના કોસેન, જેની ઉંચાઇ 8 ફૂટ 3 ઇંચ છે !!

વિશ્વની સૌથી નાની જીવંત વ્યક્તિમાં ભારતની જ્યોતિ આમગે છે, જેની ઉંચાઇ બે ફૂટ અને સાત ઇંચ છે: ઇજીપ્તની રાજધાની શહેરમાં પ્રવાસનને વેગ આપવા બન્ને 2018માં ભેગા થયા હતા ત્યારે લોકો અચરજથી જોતા હતા

આ દુનિયામાં ચિત્ર વિચિત્ર ઘટનાઓ, લોકો, રોગો વિગેરે સાથે નાના મોટા જીવજંતુ, જનાવરો અસ્તિત્વમાં છે. માણસો પણ જાડા-પાતળાની સાથે ઊંચા-નીચા, વધારે આંગળીઓ સાથે ઘણી અચરજ પ્રમાણે તેવા લોકો છે. ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દુનિયાના આવા ચિત્ર-વિચિત્ર રેકોર્ડ નોંધાયેલા છે. સમગ્ર વિશ્ર્વમાં ઘણા એવા નિતી નિયમો પણ જે સાંભળીને આપણને અચરજ થઇ જાય છે. માણસની સામાન્ય ઊંચાઇ રૂપ-રંગ વિગેરેને આપણે રૂટીનથી જોઇએ છીએ પણ નાના પગને મોટું માથું હોય તો તેને આપણે અચરજથી જોઇએ છીએ.

બન્નેના પિરામિડ પાસેના ફોટા સમગ્ર દુનિયામાં વાયરલ થયા હતા: કોસેનનો સૌથી મોટા હાથનો વર્લ્ડ રેકોર્ડ છે: આજકાલ ક્રિકેટની દુનિયામાં પણ 6 ફૂટની હાઇટ ધરાવતા ક્રિકેટરો છે

સામાન્ય રીતે માણસની ઊંચાઇ 4॥ થી 6 ની અંદરની જોવા મળતી હોય છે પણ વિશ્વમાં એક માણસ એવો છે જેની ઊંચાઇ 8 ફૂટથી વધું છે !! આપણે તેના જોતાવેંત ચોંકી ઉઠી એવી હાઇટ છે. તૂર્કીસ્તાનના સુલતાન કોસેન હાલ દુનિયામાં સૌથી મોટી હાઇટ ધરાવતો જીવંત માણસ છે. ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમનું નામ દર્જ છે, તેમની ઊંચાઇ 8 ફૂટ 3 ઇંચ છે. કોસેન પાસે વિશ્ર્વના સૌથી મોટા હાથનો પણ રેકોર્ડ છે, તેના કાંડાથી તેની મધ્ય આંગળીના છેડા સુધીની લંબાઇ 11.22 ઇંચ છે. તેમની આ જંગી ઊંચાઇ કફોત્પાદક ગીગાન્ટિઝમને કારણે થઇ છે, આ એક શરીરની એવી સ્થિતિ છે જ્યાં શરીર ખૂબ જ વૃધ્ધી હોર્મોન પેદા કરે છે. તેની ઊંચાઇ તેની પ્રસિધ્ધી માટે સારી ગણાય પણ તેના જીવનનાં રૂટીંગ કાર્યમાં ઘણી તકલીફો સર્જે છે. મકાનમાં આવવા-જવા સાથે સુવામાં તકલીફ કરે છે. નીચેની વસ્તુ ઉપાડવા માટે તો તેણે સખત મહેનત કરે છે.

કોસેનની કરોડરજ્જુની અસાધારણતાને લીધે તે સ્પેશિયલ ગણાય છે. ભારતની જ્યોતિ આમગે દુનિયાની સૌથી નાની વામન ધરાવતી સ્ત્રી છે જેની ઊંચાઇ બે ફૂટ અને સાત ઇંચ છે. આ સ્ત્રી આપણા હાથ કરતાં પણ નાની છે. 2018માં સૌથી ઊંચા કોસેન અને વામન કદની જ્યોતિ આમગેને ઇજિપ્ત સરકારે ભેગા કર્યા હતા. ઇજિપ્તની રાજધાનીમાં પ્રવાસનને વેગ આપવા ત્યાંની સરકારે નવતર પ્રયોગ કર્યો હતો જેની ખ્યાતી સમગ્ર વિશ્વને થઇ હતી. આ બન્નેના પિરામીડ પાસેના ફોટા સમગ્ર વિશ્વમાં વાયરલ થયા હતા. જ્યોતીને તેના 18માં જન્મદિવસે ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવેલ હતું. ઇજીપ્તના પ્રવાસ પહેલા આ બન્ને વિરાટ અને વામન કદના રેકોર્ડ ધારકો ક્યારેય મળ્યા ન હતા કે એકબીજાને ઓળખતા ન હતા. આ મુલાકાત દુનિયા માટે એક અચરજ પમાણે તેવી હતી તો સાથે આ બન્ને માટે ‘એક સપના’ સાકાર થવા જેટલી મહાન હતી.

આમેગેએ 2014માં અમેરિકન હોરર સ્ટોરી ફ્રીક શોની ચોથી સિઝનમાં પ્રથમ ભૂમિકા ભજવ્યા બાદ ભારતીય રિયાલીટી ટેલિવિઝન શોમાં જોવા મળી હતી. આ બન્ને મિત્રોએ ઇજિપ્તમાં વિવિધ સ્થળોએ ફરવાની સાથે સેલ્ફી પણ લીધી હતી. વિશ્ર્વનાં સૌથી ઊંચા માણસ સુલતાન કોસેન અને વિશ્ર્વની સૌથી ટૂંકી સ્ત્રી જ્યોતિ આમગેને જોવા લોકો ઉમટી પડ્યા હતા. ગુગલ, યુટ્યુબ જેવા વિવિધ માધ્યમોથી વિશ્ર્વભરના લોકો તેની વાતો જાણવા ઉત્સુક થયા હતા.

સુલતાન સત્તાવાર રીતે 2009માં વિશ્વનો સૌથી ઊંચો માણસ બન્યો હતો, જ્યારે તેની ઊંમર માત્ર 20 વર્ષ હતી, જ્યારે જ્યોતી 15 વર્ષની હતી ત્યારે તેને ટૂંકી કિશોરીનો ખિતાબ આપવામાં આવ્યો હતો. જ્યોતી જ્યારે 18 વર્ષની પુખ્ય થઇ ત્યારે તેનું ફરીથી માપન કરાયું હતું. આજે 28 વર્ષની જ્યોતી હજી પણ તેનું ટાઇટલ જાળવી રાખ્યું છે તો સુલતાનની વય 39 વર્ષ થઇ તેને રેકોર્ડ બ્રેક થવા દીધો નથી. બન્ને વિશ્ર્વ વિખ્યાત છે અને જ્યાં જાય ત્યાં ભીડને આકર્ષે છે. સુલતાનની એક વિચિત્ર ખુબી એ પણ છે કે તે દુનિયાના સૌથી મોટા હાથ ધરાવતી જીવંત વ્યક્તિ છે. અમેરિકન હોરર સ્ટોરીમાં પોટિની ભૂમિકા ભજવીને વિશ્વને સૌથી ટૂંકી અભિનેત્રી બની ગઇ હતી. જ્યોતી આપણાં ભારત દેશમાં નાગપુરમાં રહે છે.

તૂર્કીના સુલતાનને ચાર ભાઇ-બહેન છે પણ તેમના પરિવારના બાકીના તમામ સભ્યોની હાઇટ બરોબર છે. તેના લગ્ન 2013માં થયા હતા. ઇજિપ્તના ગીઝા શહેરમાં બન્ને મળ્યા ત્યારે સુલતાન 36 વર્ષનો અને જ્યોતિ 25 વર્ષની હતી, બન્નેએ ઇજિપ્તમાં ફોટોશુટ કરેલ હતું. સુલતાન કોસેનની ઊંચાઇ પિટ્યુટરી જીગેન્ટિઝમ તરીકે ઓળખાતી સ્થિતિનું પરિણામ છે. વિશ્વમાં કોસેન જેટલી ઊંચાઇએ પહોંચનાર માત્ર દશ લોકોમાંથી તે એક છે. જ્યારે જ્યોતિ આમગેનું વામન કદ સરેરાશ બે વર્ષના બાળક કરતા પણ ટુંકું છે, તેણે બીગ બોસમાં પણ કામ કર્યું હતું. કોસેન તેના દેશ તુર્કીને પ્રોત્સાહન આપવા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતા 129 દેશોનો પ્રવાસ કર્યો છે. કોસેન 2021માં રૂમેયસાગેલ્ગી સાથે લગ્ન કર્યા હતા, ગેલ્ગી પણ 2 મીટર અને 15 સે.મી. ઉંચાઇ સાથે વિશ્વની સૌથી ઊંચી મહિલાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.

અત્યાર સુધીમાં વિશ્વનો સૌથી ઊંચો માણસ રોબર્ટ વેડલો હતો જેની ઊંચાઇ 8 ફૂટ 11 ઇંચ હતી, જેનું અવસાન 1940માં થયું હતું. જોન રોગન પણ આજ ગાળામાં 8 ફૂટ અને 9 ઇંચ ઊંચાઇ ધરાવતો હતો. આ સિવાય વોલીબોલ, બાસ્કેટ બોલ, કુસ્તી, બોક્સર, એન.બી.એ. ખેલાડી, માર્શલ આર્ટ, ક્રિકેટ, બેઝબોલ, રગ્બી જેવી રમતોમાં પણ અસાધરણ ઊંચાઇ ધરાવતા ખિલાડીઓ જોવા મળ્યા હતા. આપણા દેશમાં ધર્મેન્દ્ર પ્રતાપસિંહ નામનો વ્યક્તિ પણ 8 ફૂટ 1 ઇંચ ઊંચાઇ ધરાવે છે. એવરેજ ઓછી હાઇટ ધરાવતા જાપાન દેશમાં યાસુતાકા ઓકાયમા 7 ફૂટ, સાત ઇંચ હાઇટ ધરાવે છે. ઊંચા માણસોની એવરેજ હાઇટ 7 ફૂટ ત્રણ ઇંચ વધારે વ્યક્તિ વિશ્ર્વના 28 દેશોમાં જોવા મળે છે. પાકિસ્તાનનો મહમદ ઇરફાન 7 ફૂટ 1 ઇંચ સાથે વિશ્વનો સૌથી ઊંચી હાઇટ ધરાવતો ક્રિકેટર છે, તેના જેવડો ક્રિકેટર દુનિયામાં કોઇ નથી.

કોસેનની ઊંચાઇ પિટ્યુટરી જીગેન્ટિઝમને કારણે

માણસની વૃધ્ધિ વિકાસમાં હોર્મોન્સ સાથે વિવિધ ગ્રંથીઓની ભૂમિકા વધારે છે. વિશ્ર્વના સૌથી ઊંચા સુલતાન કાસેનની ઊંચાઇ માટે પિટ્યુટરી જીગેન્ટિઝમ જવાબદાર છે. આ જંગી ઊંચાઇ માટે કફોત્પાદક ગીગાન્ટિઝમને કારણે થઇ છે. આ એક શરીરની એવી સ્થિતિ છે જ્યાં શરીર ખૂબ જ વૃધ્ધિ હોર્મોન પેદા કરે છે. તેની કરોડરજ્જુની અસાધરણતાને કારણે તે બે સ્પે.સ્ટીકના સહારે બેલેન્સ જાળવે છે. સૌથી નાના કદ માટે એકોન્ડ્રોપ્લાસિયાની મુશ્કેલી જવાબદાર છે. સૌથી અચરજવાળી વાત એ છે કે બન્નેના પરિવારમાં બાકી ભાઇ-બહેન નોર્મલ હાઇટ ધરાવે છે. જે કુદરતનો કરિશ્મા કહી શકાય કાસેન 2014માં લંડનમાં વિશ્ર્વના સૌથી નાના માણસ ચંદુ બહાદુર ડાંગીને પણ મળ્યા હતા જેની હાઇટ માત્ર 21 ઇંચ છે. સુલતાન કોસેન એક્રોમેગલી નામના ડિસઓર્ડરથી પીડાઇ છે. 2011માં તેની વધતી હાઇટ રોકવા તેને નવી સારવાર અપાય જેમાં હોર્મોનના પ્રોડક્શનમાં થતી વૃધ્ધી અને વધતી હાઇટ રોકવા ટ્રીટમેન્ટ કરાઇ હતી. આ સારવાર બાદ તેની હાઇટ વધતી બંધ થઇ હતી. આપણાં ગુજરાતના મહેસાણામાં પણ ધર્મેન્દ્રસિંહ નામની વ્યક્તિ 8 ફૂટ 2 ઇંચ હાઇટ ધરાવે છે, તેના ચંપલની સાઇઝ 20 નંબરની છે.