Abtak Media Google News

નરેન્દ્ર મોદીનું મંદિર બનવાની જાહેરાત થઇ છે, આ મંદિર ઉત્તરપ્રદેશના મેરઠના સરધના વિસ્તારમાં બનશે આ મંદિર માટે પાંચ એકરની જમીન નક્કી કરી લેવાઇ છે. તેમાં મોદીની ૧૦૦ ફૂટ ઊંચી મૂર્તિ લગાવાશે.વડાપ્રધાન મોદીનું મંદિર બનાવાની જાહેરાત એક રિટાયર એન્જિનિયરે કરી છે. રિટાયર એન્જિનિયર જેપી સિંહે આ વાતની જાહેરાત એક પ્રેસ કોન્ફરન્સમાં કરી. તેમાં તેમણે મંદિર અંગે જણાવ્યું કે હવે મોદી ભકતો માટે એક મંદિર હોવું જોઇએ જયાં તેઓ મોદીની પૂજા કરી શકે.

જેપી સિંહના મતે આ મંદિર નિર્માણમાં કેટલાંય કરોડો રૂપિયાનો ખર્ચ આવશે. મંદિર બનાવામાં થનાર ખર્ચ મોદી ભકતો પાસેથી દાનના રૂપમાં લેવાશે.

મંદિરનું ભૂમિ પૂજન ૨૩મી ઓકટોબરના રોજ થશે. તેને બનાવામાં ૨ વર્ષનો સમય લાગશે. જે.પી.સિંહની ઇચ્છા છે કે મંદિરનું ઉદઘાટન ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંદિર માટે મેરઠ કરનાલ હાઇવે પર ૫ એકર જમીન ખરીદી લેવામાં આવી છે. મંદિરમાં સરદાર વલ્લભભાઇ પટેલની મૂર્તિના તર્જ પર મોદીની ૧૦૦ ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.