Abtak Media Google News

જાપાનના શિઝુઓકા પ્રાંતમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી અનેક મકાનો ધરાશાયી થયા હતા. ભીની જમીનમાં 19 થી વધુ લોકો દબાઈ ગયા છે. આ કુદરતી ઘટનાના ઘણા વીડિયો સામે આવ્યા છે. ટોક્યો જાપાનમાં શનિવારે સવારે (જાપાનનો સમય) ભારે વરસાદને કારણે કહેર સર્જાયો હતો. મુશળધાર વરસાદ બાદ ડુંગર પરથી લેન્ડસ્લાઇડ શરૂ થઈ હતી. માટી ધસી આવતા ઘણાં ઘરોનો નાશ કર્યો. આ કુદરતી અકસ્માત શિઝુઓકા પ્રીફેકચરના અતામી સિટીમાં બન્યો છે.

આ અકસ્માતનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. પ્રાંતના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર તાકામિચી સુગીઆમાએ જણાવ્યું હતું કે ગુમ થયેલ લોકોની શોધખોળ માટે બચાવ ટીમો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. આસપાસનો વિસ્તાર ખાલી કરી દેવાયો છે. અતામી ઓળખ હોટ સ્પ્રિંગ્સ તરીકે થાય છે. આ દુર્ઘટનાને પગલે કાનાગાવા અને શિહુકો વચ્ચેનો ટોમેઈ એક્સપ્રેસ વે ટ્રાફિક માટે બંધ કરી દેવમાં આવ્યો છે. ટોક્યો અને શિન ઓસાકા વચ્ચે દોડતી બુલેટ ટ્રેન રદ કરવામાં આવી છે.

હવામાન વિભાગે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે નદીઓમાં પાણીનું સ્તર વધવાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે સવારે 11 વાગ્યા (72 કલાક સુધી) સુધી હાકોન, કાનાગાંવ પ્રાંતમાં 780 મીમી અને શિઝોકા પ્રાંતમાં 550 મીમી વરસાદ નોંધાયો હતો. ક્યોટોમાં પણ શનિવારે બપોરે 2:40 (જાપાન સમય) સુધી ત્રણ કલાકમાં 122 મીમી વરસાદ પડ્યો હતો. જુલાઇમાં આ અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે. હવામાન વિભાગે અહીંની હવામાનની સ્થિતિ પ્રમાણે સોમવારથી મુશળધાર વરસાદની ચેતવણી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.