દ્વારકામાં રખડતા ઢોરનો આતંક….ધજા ચઢાવવા ગયેલ શ્રદ્ધાળુઓ વચ્ચે આખલા ઘુસ્યા, અનેકને ઈજા

ગુજરાતમાં રખડતા ઢોરનો આતંક વધતો જાય. ઢોરની અડફેટે આવતા ઘણા લોકોના મોત નીપજ્યાં છે તો ગુજરાતના ઘણા જીલ્લોમાં રખડતા ઢોરથી ઈજાઓ પામ્યા છે. ત્યારે ગુજરાતના દ્વારકા જીલ્લામાં ફરી એક વખત રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. આજ રોજ યાત્રાધામ દ્વારકામાં આખલાઓનું યુદ્ધ જોવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ આ ઘટના આજની છે જ્યાં ધજા ચડાવવા ગયેલ શ્રદ્ધાળુઓની વચ્ચે બાખડેલા બે આખલા ઘૂસી ગયા હતા. બે આખલા જગડ્યા તેમાં અનેક શ્રદ્ધાળુ ઈજાગ્રસ્ત થયા હતા. દ્વારકાનો આ વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, દ્વારકાધીશ મંદિર પર ધજા ચડાવવા આવેલ રબારી સમાજના લોકોને બે આખલાઓએ બાનમાં લીધા હતા. જેથી અનેક લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. ધજા લઈને ગયેલા લોકો વચ્ચે આખલાઓએ ઘુસીને આંતક મચાવ્યો હતો. બે આખલાઓ વચ્ચેના યુદ્ધમાં અનેક લોકો ઘવાયા હતા.