Abtak Media Google News

જામનગર નજીક ધુતારપર- ધુડસિયાની સીમ વિસ્તારમાં કૂતરાઓનો આતંક

પરપ્રાંતીય શ્રમિક પરિવારના બે બાળકો અને એક મહિલા સહિત ચારને કુતરાઓએ બટકા ભરી કર્યા લોહી લોહાણ

રાજ્યમાં રખડતા આખલા બાદ હવે શ્વાનનો ત્રાસ ચિંતાજનક હદે વધી ગયો છે. રસ્તે રખડતા શ્વાન પહેલા રાહદારીઓ કે ટુ-વ્હીલર ચાલકોની પાછળ દોડીને પરેશાન કરતા હતા, પરંતુ હવે તો ઘરના આંગણે રમતા બાળકોને પણ શ્વાનના ત્રાસનો ભોગ બની રહ્યાં છે.

જામનગર તાલુકાના ધૂતારપર ધુડસિયા ગામની સીમ વિસ્તારમાં કુતરાઓએ આતંક મચાવ્યો હતો, અને એક શ્રમિક પરિવારને નિશાન બનાવ્યું હતું. એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની બે માસુમ બાળાઓ એક મહિલા અને એક પુરુષ સહિત ચારને બટકાં ભરી કુતરાઓએ લોહીલૂહાણ કરી નાખ્યા હોવાથી તમામને જી.જી. હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

Social Media Horizontal.00 05 11 11.Still003

આ બનાવની મલ્ટી વિગત મુજબ જામનગર તાલુકાના ધૂતારપર ધૂડસીયા ગામની સીમ વિસ્તારમાં એક વાડીમાં પરપ્રાંતિય શ્રમિક પરિવાર મજૂરી કામ કરીને વસવાટ કરી રહ્યો છે, જ્યાં ગઈકાલે મોડી સાંજે કૂતરાઓએ આતંક મચાવ્યો હતો, અને શ્રમિક પરિવારની ચાર વર્ષ અને પાંચ વર્ષની બે માસુમ બાળકીઓને નિશાન બનાવી લઈ બટકા ભર્યા હતા.

Social Media Horizontal.00 05 11 11.Still004

આ તકે તેના પરિવારના સભ્યો પૈકી ૬૦ વર્ષની વૃદ્ધ મહિલા તથા ૪૦ વર્ષનો યુવાન છોડાવવા માટે આવી જતાં કુતરાઓએ તે બંનેને પણ બટકા ભરી લીધા હતા. જેથી સમગ્ર શ્રમિક પરિવાર ડગાઈ ગયો હતો. આ બનાવ પછી ચારેય ઇજાગ્રસ્તો ને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે લોહી લુહાણ હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, અને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે પાછળથી તમામને રજા આપી દેવામાં આવી છે. આ બનાવને લઈને ધૂતારપર- ધુડશિયા ગામમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

શાપર વેરાવળ વિસ્તારમાં અઢી વર્ષનું બાળક બન્યું હતું રખડતા શ્વાનનું ભોગ

Screenshot 3 42

રાજકોટના ઔદ્યોગિક શાપર વેરાવળ વિસ્તારમાં અઢી વર્ષના બાળક અર્શદ અંસારીને શ્વાને બચકા ભર્યા હતા.શીતળા માતાજી મંદિરના ખુલ્લા પટમાં રમતા બાળકને ત્રણથી ચાર શ્વાને બચકા કર્યા હતા. બાદમાં આસપાસના રહીશો લોહી-લુહાણ હાલતમાં બાળકને ઉંચકીને લાવ્યા ત્યારે પરિવારને જાણ થઈ. જે બાદ ત્વરિત બાળકને રાજકોટ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.