Abtak Media Google News

કોઠારીયા સોલવન્ટમાં નારાયણનગર ક્ધયા શાળામાં ગઇકાલે ઉઠાંતરીની ઘટના બની હોવાની મ્યુનિ.કમિશનરને રજૂઆત કરતા સ્થાનિકો

શહેરના વોર્ડ નં.18માં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની નારાયણનગર ક્ધયા શાળામાં અજાણ્યા શખ્સો દ્વારા બાળકીઓની ઉઠાંતરી કરવાની મેલીમૂરાદ શરૂ કરવામાં આવી હોવાની દહેશત ઉભી થવા પામી છે. ગઇકાલે અજાણ્યા શખ્સો દ્વારા એક બાળકીને જબ્બરદસ્તી ઉઠાંવી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે બાળકીની હિમ્મતના કારણે પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ અંગે આજે સ્થાનિકો તથા વાલીઓ દ્વારા મ્યુનિ.કમિશનર અમિત અરોરાને રજૂઆત કરવામાં આવી હતી.

તેઓએ સીપીનું ધ્યાન દોરી સમગ્ર ઘટનાની તપાસ કરવા પણ જણાવ્યું હતું. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.18માં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં નારાયણનગર ક્ધયા શાળાને મ્યુનિ.કમિશનર દ્વારા દત્તક લેવામાં આવી છે. આ શાળામાં ગરીબ ઘરની અનેક છાત્રાઓ અભ્યાસ કરે છે. છેલ્લા ઘણા સમયથી આ શાળામાં છોકરા ચોરતી ગેંગ દ્વારા છોકરીઓને ઉપાડી જવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગઇકાલે એક દીકરીને ઉઠાવી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આ બહાદુર છોકરીએ ઉઠાંવગીરોને બટકુ ભરી લેતા ઘટના નિષ્ફળ ગઇ હતી. સ્થાનિકો ભેગા થઇ જતાં ત્યાંથી ઉઠાંવગીરો નાશી ગયા હતા.

દરમિયાન આજે શાળામાં અભ્યાસ કરતી બાળકીઓના વાલીઓ અને સ્થાનિક લત્તાવાસીઓ દ્વારા મ્યુનિ.કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે શાળામાં પટ્ટાવાળાની સુવિધા ન હોવાના કારણે પ્રિન્સિપાલ સહિતના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બહારના કામ સોં5વામાં આવે છે જેના કારણે બાળકોને ઉઠાવી જતી ગેંગને મોકળું મેદાન મળી ગયું છે. અહિં સીસીટીવી કેમેરા મુકવા તથા રિશેસ અને છૂટવાના સમયે પોલીસ બંદોબસ્ત રાખવાની માંગણી કરવામાં આવી હતી. રજૂઆત બાદ મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સાથે આ અંગે ચર્ચા કરી સમગ્ર ઘટનાની તપાસ કરવા અને જરૂર પડે તો પોલીસ બંદોબસ્ત રાખવાની માંગણી કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.