સુરેન્દ્રનગરના તાત્કાલીન કલેકટર કે. રાજેશ વિરૂધ્ધ પૂર્વ સાંસદે ફરિયાદનો મારો ચલાવ્યો

900 વિદ્યા જમીન રૂ.1ના ટોકન ભાવે સોલાર કંપની આપી દીધી, ત્રણ સરકારી જમીનનું દબાણ  નિયમિત કર્યું

14 બિન ખેડુતને ખાતેદાર બનાવ્યા, 30થી વધુ સરકારી  કર્મચારીને અનઅધિકૃત  હથિયાર  પરવાના આપ્યાના આક્ષેપ

જિલ્લાના તત્કાલીન કલેક્ટર કે.રાજેશ પર પૂર્વ સાંસદ સોમાભાઇ પટેલ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો. સરકારી જમીનના પ્લોટની ફાળવણી, 30 થી વધુ સરકારી કર્મચારીઓને ગેરકાયદે હથિયારોના પરવાના આપવા, 14 બિન ખેડૂતને ખેડુત ખાતેદાર બનાવવા , કુલ 3 સરકારી જમીનનું દબાણ નિયમિત કરવા સહીતની બાબતોમાં કે.રાજેશ દ્વારા ગેરરીતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

તો સોમાભાઇ પટેલ દ્વારા કુલ 141 અલગ અલગ અરજીઓ કે.રાજેશ વિરૂધ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત ખાંડીયામાં ફોરેસ્ટની 900 વિઘા કરતા વધુ જમીન માત્ર રૂપિયા 1 ના ટોકન ભાડે 30 વર્ષ માટે સોલાર પ્રોજેક્ટ માટે ખાનગી કંપનીને આપીને પણ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.39 સરકારી અધિકારીઓને ગેરરીતિ આચરી હથિયારના પરવાના આપ્યા છેલ્લા 4 મહિનામાં પૂર્વ સાંસદ દ્વારા 141 અરજીઓ કરાઈ છે,પ્લોટની ફાળવણી તેમજ વડાપ્રધાનના કાર્યક્રમના ખર્ચમાં કટકી કરી હોવાના આક્ષેપ કર્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર ઉપર સીબીઆઈએ ગાળીયો કસાયો છે.  ભારે કલમો સાથે ઈઇઈંએ તેમની અને તેમના સાગરીત સુરતના રફીક મેમણ સામે ફરિયાદ નોંધી છે, ત્યારે રવિવારે સાંજે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી કે. રાજેશે પોલીસ અભિપ્રાય વગર સરકારી બાબુઓને હથિયારના પરવાનાની લ્હાણી કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. તેમના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન 39 સરકારી અધિકારી અને કર્મીઓને હથિયારના પરવાના ઈસ્યુ કરી દેવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર અને હાલ ગાંધીનગર સામાન્ય વહીવટ વિભાગના સંયુક્ત સચિવ એવા ઈંઅજ અધિકારી કે. રાજેશ સામે ઈઇઈંએ ગુનો દાખલ કરી દીધો છે. તેમની સાથે તેમના સાગરીત અને સુરતની મદીના પાર્ક સોસાયટીના બંગલા નં. 9માં રહેતા અને રફીક મેમણ સામે પણ ગુનો નોંધાયો છે.

સીબીઆઈની ફરિયાદ મુજબ, કે.રાજેશે તેમના કાર્યકાળ દરમિયાન 200થી વધુ વ્યક્તિઓને હથિયારના પરવાના આપ્યા છે. જેમાંથી 39 વ્યક્તિઓને પોલીસના અભિપ્રાય વગર કે નેગેટીવ અભિપ્રાય હોય તો પણ હથિયારના પરવાના આપ્યા છે. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે રવિવારે સાંજના સમયે પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુદ્દે વધુ પ્રકાશ પાડયો હતો. તેમણ 39 વ્યક્તિઓના નામ જોગ યાદી રિલીઝ કરી હતી. જેમાં મોટાભાગના સરકારી અધિકારી અને કર્મચારીઓ છે.

આ ઉપરાંત સોમાભાઈએ જણાવ્યુ કે, કલેકટરે ગરીબોને પ્લોટની ફાળવણી, એરપોર્ટ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમનો ખર્ચ, વન વિભાગની જમીન ટોકન ભાવે આપવા સત્તાનો દુરૂપયોગ કર્યો છે. જયારે તેઓએ અનેક બિન ખેડૂતને ખેડૂત બનાવી દીધા છે. છેલ્લા 4 માસથી સોમાભાઈએ આ અંગે 141 અરજીઓ કરી હતી. વર્ષ 2018થી તેઓ કે.રાજેશની ગતિવિધિ જોતા હતા. હવે સમગ્ર બનાવ બહાર આવતા અને ઈઇઈંએ ગુનો નોંધતા હવે તેઓ મીડીયા સમક્ષ આવ્યા છે. આ કેસમાં આઈએએસ અધિકારી કે. રાજેશની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે અને તેમની ધરપકડ બાદ અનેક નામો બહાર આવી શકે તેમ છે. પ્લોટની ફાળવણીમાં 3 થી 4 વર્ષનો સમય જાય, જો કે કે. રાજેશે 6 થી 8 મહિનામાં ફાળવી દીધા

પૂર્વ સાંસદ સોમાભાઈના જણાવ્યા મુજબ, વિચરતી અને વિમુકત જાતિમાં 30 થી 40 જાતિઓનો સમાવેશ થાય છે, પરંતુ કલેકટર કે. રાજેશે હર્ષદ વ્યાસ અને વિષ્ણુ ગોંડલીયાની અરજીઓને ધ્યાને લઈ 3 થી 7 જ્ઞાતિના લોકોને પ્લોટ ફાળવ્યા છે. આ પ્લોટ સરકારી નિયમો મુજબ ફાળવવામાં 3 થી 4 વર્ષનો સમય જાય છે, પરંતુ અહીં 6 થી 8 માસમાં પ્લોટ ફાળવાયા છે. આ લાભાર્થીઓ ખરેખર ગરીબ છે કે કેમ ? તેમની આર્થિક આવકનું કોઈ અવલોકન કરાયુ નથી. સરકારની કોઈ મંજૂરી લેવાઈ નથી. અન્ય કોઈ જગ્યાએ પ્લોટ અપાયા છે કે કેમ? તેની તપાસ કરાઈ નથી.

વડાપ્રધાનના કાર્યક્રમમાં અધધધ 7 કરોડથી વધુનો ખર્ચ, જેનુ સરકારી રેકર્ડ હાલ ગુમ ચોટીલા નજીક હીરાસર એરપોર્ટના કાર્યક્રમમાં તા.7-10-2017ના રોજ વડાપ્રધાન આવ્યા હતા, ત્યારે નિયમ મુજબ આ કાર્યક્રમમાં 1.50 કરોડથી વધુનો ખર્ચ થતો નથી, ત્યારે આ કાર્યક્રમો માટે તા. 3-5-2018ના રોજ કે. રાજેશે ચેક નં. 807441થી રૂપિયા 3,16,32,328 અને તા. 24-5-2019ના રોજ ચેક નંબર 807443થી રૂપિયા 4,67,11,145 ચૂકવ્યા છે. બન્ને મળી કુલ રકમ રૂપિયા 7,83,43,473 થવા જાય છે. આ ચૂકવણાનું ઓરિજીનલ રેકર્ડ હાલ ગૂમ થઈ ગયુ છે. આ રેકોર્ડ કોણે ગુમ કર્યુ, શા માટે ગુમ કર્યુ ? ગુમ થયુ તો તેની પોલીસ ફરીયાદ કેમ ન થઈ ? ગુમ કરવામાં અધિકારીઓ અને કર્મચારીઓનો હાથ રહેલો છે.

ચૂડા તાલુકાના ખાંડીયા ગામે આવેલ ફોરેસ્ટની અનામત જંગલની જમીન આવેલી છે. આ જમીન સૌર ઉર્જા માટે ફોરેસ્ટ ખાતાની મંજૂરી મેળવ્યા વગર અને મહેસૂલી વિભાગમાંથી મંજૂરી મેળવ્યા વગર સત્તાનો દુરૂપયોગ કરી કે. રાજેશે રૂપિયા 1 ના ટોકન ભાવે 30 વર્ષ માટે આપી દીધી છે. આ જમીન અગાઉના કલેકટર ઉદિત અગ્રવાલે ફોરેસ્ટ માટે અનામત છે તેવો હુકમ કર્યો હતો, ત્યારે એક કલેકટર અનામતનો હુકમ કરે, બીજા કલેકટર તેની ટોકન ભાવે ફાળવણી કરે તો બન્નેમાંથી સાચા કોણ ?

બિન ખેડૂતને ખેડૂત બનાવી દીધા કે. રાજેશે મૂળી મામલતદાર અને નાયબ કલેકટર ચોટીલા સાથે મળી મૂળીના રામુબેન ગોવિંદભાઈ પરમાર કે જે બિન ખેડૂત હતા તેમના દસ્તાવેજની એન્ટ્રી 2019માં રદ્દ કરી તેઓને સમાજ કલ્યાણ ખાતાના નરેગાના ઓળખપત્રના આધારે ખેડૂત હોવાનો હુકમ તા. 13-01-2021ના રોજ કર્યો હતો. રામુબેનના પતિ ગોવિંદભાઈ મૂળીમાં કોન્ટ્રાકટર છે. આથી રામુબેન ખેતમજૂર નથી તે સાબિત થાય છે. આજ રીતે થાન, દસાડાના કમાલપુર અને ધ્રાંગધ્રામાં પણ બિન ખેડૂતને ખેડૂત બનાવી દેવાયા છે.

સુરતમાં બજારભાવ કરતા ઓછી કિંમતે દુકાન ખરીદી કે.રાજેશ જયારે સુરતમાં જિલ્લા વિકાસ અધિકારી હતા, ત્યારે તેઓએ સત્તાનો દુરૂપયોગ કરી સુરતના સિલ્વર બિઝનેસ પોઈન્ટ કોમ્પલેક્ષમાં દુકાન નં. 1001 અને 1038 ખરીદી હતી. જેની કિંમત રૂપિયા 47,31,800 ચૂકવી હતી. આ કિંમત બજાર ભાવ કરતા ઘણી ઓછી હોવાનું ઈઇઈંની ફરિયાદમાં જણાવાયુ છે. આ દુકાન તેઓએ બાદમાં 2 પેઢીને ભાડે આપી દીધી છે. જેના રૂપિયા 5.50 લાખ કે. રાજેશના ખાતામાં જમા પણ થયા છે.