ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી-20 બનશે ‘નિર્ણાયક’!!!

રોહિત શર્માની ‘કેપ્ટન્સ’ ઈંનિંગ્સ અને દિનેશ કાર્તિકની ‘ફિનિસર’ની ભૂમિકાએ ભારતને બીજી ટી-20 જીતાડી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટી20 મેચની સિરીઝ રમાઈ રહી છે. જેમાં પ્રથમ ટી ટ્વેન્ટીમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ બીજા ટી ટ્વેન્ટી માં વેટ આઉટ ફિલ્ડ ના કારણે મોડો શરૂ થયેલો મેચ આઠ-આઠ ઓવર સુધી જ સીમિત રહ્યો હતો જેમાં ભારતે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને આક્રમક શરૂઆત કરી હતી અને 90 રન નોંધાવ્યા હતા.

આ લક્ષ્યાંક નો પીછો કરવા માટે ભારતીય ટીમ કેટલા અંશે સફળ થશે તેનો અંદાજો આવી શક્યો ન હતો કારણ કે જે રીતે મિડલ ઓર્ડર બેટ્સમેનોની વિકેટ પડી તે જોતા લાગ્યું કે ભારત બીજો ટી ટ્વેન્ટી મેચ હારી જશે પરંતુ રોહિત શર્માની કેપ્ટનશીપ ઇનિંગ અને દિનેશ કાર્તિકની ફિનિશિયરની ભૂમિકાએ ભારતને મેચ જીતાડ્યો અને શ્રેણી જીતવા માટેની આશા પણ જીવંત રાખી.

બીજી મેચ આજે નાગપુરના વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયાને મેચ જીતવા આઠ ઓવરમાં 91 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને ભારતીય ટીમે 7.2 ઓવરમાં હાસિલ કર્યો હતો. ટોસ પહેલા 6:30 વાગે થવાનો હતો. પરંતુ વેટ આઉટફિલ્ડના કારણે ટોસ 9:15 વાગે થયો હતો. મેચમાં અંપાયર્સે કુલ ત્રણવાર આઉટફિલ્ડ ચેક કરી હતી. જેમાં પહેલા બે વખત તો તેઓ આઉટફિલ્ડને લઈને ખુશ નહોતા. પરંતુ ત્રીજીવારના ચેકિંગમાં તેઓ રમાડવા માટે તૈયાર હતા. વેટ આઉટફિલ્ડના કારણે મેચ મોડી શરૂ થતા હવે 8-8 ઓવરની મેચ રમાશે. એટલે કે એક બોલર 2 ઓવર નાખી શક્શે.