Abtak Media Google News

ગોહિલવાડ ગ્લેડિયર્સ અને હાલાર હિરોઝની શાનદાર જીત

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજીત સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ-2માં ગઇકાલે બુધવારે બે મેચ રમાય હતી. જેમાં હાલાર હિરોઝ અને ગોહિલવાડ ગ્લેડિયર્સની ટીમનો શાનદાર વિજય થયો હતો. આજે રેસ્ટ ડે હોય એક મેચ રમાશે નહીં.ગઇકાલે એસપીએલ-2માં પ્રથમ મેચ કચ્છ વોરિયર્સ અને ગોહિલવાડ ગ્લેડિયર્સ વચ્ચે રમાયેલા પ્રથમ મેચમાં ગોહિલવાડની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં પ્રેરક માંકડના 40 રન અને જયદેવ ઉનડકટના 38 રનની મદદથી પાંચ વિકેટના ભોગે 167 રનનો જુમલો ખડક્યો હતો. જેના જવાબમાં કચ્છ વોરિયર્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 135 રન બનાવી શકી હતી. ગોહિલવાડ ગ્લેડિયર્સનો 32 રને શાનદાર વિજય થયો હતો. બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કરનાર જયદેવ ઉનડકટને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

જયદેવ ઉનડકટ અને આર્યણ્યાદેવસિંહ ઝાલા મેન ઓફ ધી મેચ જાહેર

03 1

જ્યારે બીજો મેચ સોરઠ લાયન્સ અને હાલાર હિરોઝ વચ્ચે રમાયો હતો. જેમાં ટોસ જીતી પ્રથમ બેટીંગ કરનાર સોરઠની ટીમે 20 ઓવરમાં સાત વિકેટના ભોગે 155 રન બનાવ્યા હતા. અબરાર શેખે 33 રન અને તરંગ ગોહિલે 28 રન બનાવ્યા હતા. હાલાર હિરોઝની ટીમે 19 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 157 રન બનાવી લીધા હતા. આર્યણ્યાદેવ સિંહ ઝાલાએ 42 બોલમાં 52 રન ફટકાર્યા હતા. તેને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.