સાયબર સિક્યુરિટીનું મહત્વ સમજવાનો સમય પાકી ગયો

‘પેગાસસ સ્પાઇવેર’ની રચના ઇઝરાયેલની સાયબર સુરક્ષા કંપની એન.એસ.ઓ. દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને માત્ર સરકાર કે સરકારી એજન્સીને જ વેંચવાની ટોપ ફૂલપ્રૂફ વ્યવસ્થા ઉભી કરી હતી પરંતુ સુરક્ષા દળો માટે ઉપયોગી આ પેગાસસ ‘અસરકારી’ તત્વોના હાથમાં સરકી ગઇ અને 2017થી 19 દરમિયાન આ સ્પાઇવેરનો ઉપયોગ ખાનગી જાસૂસી માટે થઇ ગયા બાદ લાંબા સમય પછી દુનિયાભરને અણસાર આવ્યો કે ઇઝરાયેલના આ સોફ્ટવેરની ફૂલપ્રૂફ સિક્યુરિટી વ્યવસ્થાના દાવા પોકળ પૂરવાર થયાં છે અને પેગાસસનો ભરપૂર દૂર ઉપયોગ થઇ ચુક્યો છે.

અત્યારના ડિઝીટલ ટેકનોલોજીના યુગમાં કેવી રીતે ટેકનોલોજી દરેક અઘેરી લાગતી વસ્તુ સાવ સરળ બનાવી દે છે. તે  જ ટેકનોલોજીનો વાયરલ વાયરસ જે અનર્થ સર્જે તેનું નુકશાન ભરપાઇ કરવું અશક્ય બની જાય છે. પેગાસસનું આ આક્રમણ હજુ કેટલું મોંઘુ પડશે તે આવકારો સમય જ બતાવશે. આ મામલે આઇ.ટી. કંપનીઓ અને ભોગ બનનાર ઉપભોક્તાઓની સાથેસાથે સરકાર પણ ચિંતિત બની છે. અને આ મામલે ખરેખર શું રંધાઇ ગયું તેની તપાસના ચક્રોગતિમાન  કર્યા છે.

પેગાસસ સોફ્ટવેરનું નિર્માણ ઇઝરાયેલએ ખૂબ જ સારા અને ઉમદા હેતૂથી કર્યું હતું, આંતરરાષ્ટ્રીય આતંકવાદ, ગુન્હેગારો પર ચાપતી નજર રાખવા માટે બનવાયેલું પેગાસસ દુનિયામાં કોઇપણ ફોનને હેંક કરીને તેની તમામ વિગતો ફોન કોલ્સથી લોકેશન સુધીની માહિતી આપતું રહે છે અને એકવાર પેગાસસના ‘સ્ટ્રીપ એરિયા’માં આવી ગયેલાં ફોનની વિગતો અને ઓડિયો અને વિડિયો ક્ધર્વસેસન હેકરને મળતી રહે છે. ફોન ઉપરાંત જે ગેઝેટને પેગાસસએ એકવાયર કરી લીધા હોય તેની તમામ વિગતો લીક થઇ જાય છે. એક તરફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં નવા-નવા સંશોધન અને અપડેટ આવતા જાય છે તેમ સુધિવા વધુ સરળ બનતી જાય છે. તેની સામે ટેકનોલોજીના દૂર ઉપયોગ કરનારા તત્વોની શક્તિ પણ વધતી જાય છે.

હવે ટેકનોલોજીનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ સંસ્થાથી લઇ સરકાર સુધીના વ્યવસ્થા તંત્રએ સતતપણે સભાન રહેવાનો સમય પાકી ગયો છે. આઇ.ટી. મામલાની સ્થાયી સંસદીય સમિતિએ પેગાસસ મામલે પોતાની જવાબદારીથી રિપોર્ટ માંગીને આઇ.ટી. અને ગૃહ મંત્રાલયના અધિકારીઓને આ વાયરલ વાયરસથી આપણા દેશમાં કોની કોની જાસૂસી થઇ છે તેની સંઘન તપાસના આદેશો આપી દીધાં છે. નાગરિકોની ડેટા, સુરક્ષા અને ગોપનીયતાની જાળવણીની જવાબદારી સમજીને ભારતમાં પેગાસસ સ્પાઇવેરનો દૂર ઉપયોગ કરવામાં ક્યાં ક્યાં તત્વોની સંડોવણી છે તેની એક નવી જ દિશા સાથેની તપાસના મંડાણ થયાં છે. તંત્રએ પોતાની જવાબદારી સમયસર સમજીને તપાસ શરૂ કરી છે ત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના દરેક વપરાશકાર માટે પણ હવે સતતપણે સજાગ રહેવાનો સમય પાકી ગયો છે.

પેગાસસ સ્પાઇવેરની શોધ અને તેના ઇસ્ટોલેશનની સફર શરૂ થઇ ત્યારે આરંભિક તબક્કામાં કદાચ પેગાસસ સરકારી સંસ્થાનો પૂરતું મર્યાદિત રહ્યું હશે પછી જેવી રીતે નવી ફિલ્મી રીલીઝ થયાં બાદ તુરંત જ પાયરેટેડ સોફ્ટ કોપીની ભૂતાવળ સમગ્ર દુનિયામાં ફરી વળે છે તેમ પેગાસસ પણ બિનસરકારી તત્વોના હાથમાં આવી ગયું હોવાનું હવે ખૂલતું જાય છે. આ સ્પાઇવેરમાં કોણ કોણ આંટી આવી ગયું હશે તે સંપૂર્ણ તપાસ શક્ય નથી એક મિસ્ડ વિડિયો કોલથી પેગાસસ સ્પાઇવેરની ચુંગાલમાં આવી જતાં સ્માર્ટ ફોન અને ગેઝેટ પર ધારકની કોઇ સિક્યુરિટી વ્યવસ્થા અસર કરતા રહેતી નથી અને તેની તમામ વિગતો આસાનીથી હેકરના ઇનબોક્સમાં ચાલી જાય છે.

પેગાસસ સ્પાઇવેરનું આ વાયરલ વાઇરસનો દૂર ઉપયોગ લાંબા સમયથી ચાલતો હશે અને ભારત જ નહિં અમેરિકા, બ્રિટન સહિતના દેશો સહિતની દુનિયાભરના દેશો માટે આ વાયરલ ખૂબ જ નુકશાનકારક નિવડ્યું હશે. ટેકનોલોજીના આ યુગમાં હવે સાયબર સિક્યુરિટીનું મહત્વ સમજવું દરેક માટે અનિવાર્ય બની ગયું છે. કોમ્પ્યૂટર ટેકનોલોજી અને ડિજીટલ વર્લ્ડની મર્યાદાનો અમર્યાદિત દૂર ઉપયોગ થઇ શકે છે. તેનો કોઇ ઇલાજ નથી. આ દૂષણ સામાન્યથી લઇને ભયંકર પરિણામો આપનારું બની રહે તે નિ:શક છે. ત્યારે સાયબર સિક્યુરિટીના મામલે હવે જરા પણ ગફલત કરવી એ રાજ કે રયત કોઇને પરવડે તેમ નથી તે દરેકને સમજી લેવાનો સમય પાકી ગયો છે.