- ઇમ્પેક્ટની અરજીઓ મંજૂર કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય
- મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાના નવા પરિપત્રથી ઇમ્પેક્ટની પેન્ડિંગ અરજીઓનો નિકાલ થવાની સંભાવના
અન અધિકૃત્ત બાંધકામોને નિયમિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અઢી વર્ષ પૂર્વે અમલમાં લાવવામાં આવેલી ઇમ્પેક્ટ ફી યોજનાને ધારી સફળતા મળતી નથી. કોર્પોરેશનમાં ઇમ્પેક્ટ પ્લાનની અરજી મંજૂર કરવા માટે ટીપી શાખા અને ફાયર શાખા વચ્ચે જવાબદારીની ફેંકાફેંકી કરવામાં આવે છે. જેના કારણે હજારો ફાઇલ પેન્ડિંગ પડી છે. હવે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે
અને પરિપત્ર પણ પ્રસિધ્ધ કરી દીધો છે. ટીપી શાખા ઇમ્પેક્ટ ફી હેઠળ આવેલી અરજી મંજૂર થઇ શકશે તેવું લખી આપશે એટલે ફાયર એનઓસી મળી જશે.
રાજકોટ મહાનગરપાલિકામાં ગૃડા 202ર હેઠળ જેમાં ફાયર એન.ઓ.સી. આવશ્યક હોય તેવા બિનરહેણાંક બાંધકામો નિયમબદ્ધ કરવા માટે આવતી અરજીઓની મંજુરી આપવામાં આવે છે.
ગૃડા, 2022 હેઠળ બિનરહેણાંક બાંધકામ નિયમબદ્ધ થવા અરજદારે પોતાનો પ્લાન રજુ કરે ત્યારે. ટી.પી. ટી.ડી.ઓ. શાખા દ્વારા સૌપ્રથમ રજુ થયેલ પ્લાન ગૃડા, 2022 હેઠળ મંજુરીને પાત્ર છે કે કેમ તે અંગેની ચકાસણી કરાય છે.
ટી.પી.-ટી.ડી.ઓ. શાખા દ્વારા ચકાસણી થયા બાદ જો રજુ થયેલા પ્લાન ગૃડા, 2022 હેઠળ મંજુરીને પાત્ર હોય તો તે પ્લાનની એક પ્રિન્ટમાં “ફોર ફાયર એનઓસી ઓન્લી” નોંધ સાથે તે પ્લાન ફાયર એન.ઓ.સી. મેળવવા માટે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગમાં મોકલી આપશે. ટી.પી.- ટી.ડી.ઓ. શાખા દ્વારા “ફોર ફાયર એનઓસી ઓન્લી” નોંધ સાથે મળેલ પ્લાનને ફાયર એન.ઓ.સી. આપી શકાય કે કેમ તે બાબતની ચકાસણી કરી, જો ફાયર એન.ઓ.સી. આપી શકાય તેમ હોય તો ચીફ ફાયર ઓફિસર દ્વારા પ્લાનની નકલ પર સહી કરી, પ્રમાણિત કરવામાં આવશે અને રજુ થયેલ પ્રકરણ ફાયર એન.ઓ.સી. સાથે ટી.પી.- ટી.ડી.ઓ. શાખા તરફ મોકલી આપશે. ટી.પી.- ટી.ડી.ઓ. શાખાને ચીફ ફાયર ઓફિસર તરફથી પ્લાનની પ્રમાણિત નકલ અને ફાયર એન.ઓ.સી. મળ્યેથી રજુ થયેલ પ્રકરણ પરત્વે ગૃડા, 2022 હેઠળ સક્ષમ કક્ષાએથી મંજુરી મેળળવાની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.