Abtak Media Google News

ટીબીના 1 લાખ દર્દીઓને ટીબીથી મુક્ત કરાશે

ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરમુંએ ભારતને વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત બનાવવા માટેનો નિર્ધાર કર્યો છે. એ અભ્યાનને ટીબી મુક્ત ભારત અભિયાન તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિની આ વાતને ગંભીરતાથી ધ્યાને લઈ ભારતના વેપાર મહામંડળ આગળ આવ્યું છે અને આ સેવા કાર્યમાં ઝંપલાવ્યું છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે ફિક્કીએ નિર્ધાર કર્યો છે અને એ વાતની ઘોષણા કરી છે કે તેઓ એક લાખ દર્દીઓને કે જે ટીબીની બીમારીથી પીડાઈ રહ્યા છે તેઓને ટીબી મુક્ત કરવામાં આવશે. એટલું જ નહીં આ અંગે વડાપ્રધાન મોદીએ પણ વર્ષ 2030 સુધીમાં લક્ષ્ય નિર્ધારિત કરવા નો નિર્ધાર કર્યો છે ત્યારે ઉદ્યોગકારો પણ દેશના આ કાર્યમાં અને અભિયાનમાં સહજ રીતે જોડાયા છે.

ટીબીના દર્દીઓને યોગ્ય સાર સંભાળની સાથે પ્રોપર મેડિકેશન મળે તે માટે સરકાર હર હંમેશ આગળ આવી રહી છે પરંતુ હવે તીવ્ર ગતિએ આ અભ્યાનને આગળ ધપાવવામાં આવશે અને નિર્ધારિત સમયમાં જ ટીબી જેવી બીમારીને દૂર કરવામાં આવશે અને લોકોને પણ આ ગંભીર રોગથી મુક્ત કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.