Abtak Media Google News

બપોર સુધીમાં કોંગ્રેસે 4 બેઠકો જીતી અને 36 બેઠકો પર આગળ, જ્યારે ભાજપે પણ 4 બેઠકો જીતી  અને 21 બેઠકો પર આગળ

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તે નિશ્ચિત છે. બપોર સુધીમાં કોંગ્રેસ  પાર્ટીએ 4 બેઠકો જીતી છે અને 36 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપે પણ 4 બેઠકો જીતી છે અને 21 બેઠકો પર આગળ છે.  આ સિવાય અપક્ષોએ 1 સીટ જીતી છે અને 2 સીટ પર આગળ છે

હિમાચલ પ્રદેશ રાજ્યમાં વિધાનસભાની 68 બેઠકો ઉપર આજે મતગણતરી થઈ રહી છે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો ટ્રેન્ડ એવો રહ્યો છે કે કોઈ પણ પક્ષ સતત બે વખત સત્તા મેળવી શક્યો નથી.  પરંતુ આ ચૂંટણીમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ જ નહીં પરંતુ આપએ પણ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. હાલ ભાજપ અને કોંગ્રેસ  બન્ને વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.

ગાગરેટ વિધાનસભા બેઠક કોંગ્રેસના ગઢ તરીકે જોવામાં આવે છે.  પરંતુ, 2017ની ચૂંટણીમાં ભાજપના રાજેશ ઠાકુરે આ સીટ કબજે કરી હતી.  બીજેપીએ અહીંથી ફરી એકવાર રાજેશ ઠાકુર પર મોટી દાવ રમી છે.  બીજી તરફ ઉના જિલ્લાની આ બેઠક પર કોંગ્રેસે ભાજપ છોડીને આવેલા યુવા નેતા ચૈતન્ય ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે.  આમ આદમી પાર્ટી એ પોતાના ઉમેદવાર તરીકે મનોહર ડડવાલને મેદાનમાં ઉતાર્યા છે.  આ વખતે પણ ગગ્રેટની આ સીટ પરની હરીફાઈ ખૂબ જ રસપ્રદ બની છે.લાહૌલ સ્પીતિ સીટ પર ભાજપ આગળ છેકસૌલી વિધાનસભા મતવિસ્તારમાં આરોગ્ય મંત્રી ડો. રાજીવ સૈઝલ પાછળ છે.

હમીરપુરથી અપક્ષ આશિષ આગળ છે. નયના દેવી જી સીટ પર બીજેપી આગળ છે. મનાલીમાં બીજેપીના ભવનેશ્ર્વર ગૌર આગળ છે.  રામપુર વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર કૌલ નેગી આગળ છે.હમીરપુરના બડસરથી કોંગ્રેસના ઉમેદવાર આગળ છે.  શિમલા ગ્રામીણ સીટ પર કોંગ્રેસ આગળ છે હિમાચલ પ્રદેશમાં, પ્રારંભિક વલણો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નજીકની લડાઈ દર્શાવે છે.  ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ સમાન રીતે ચાલી રહ્યો હતો.  પરંતુ અંતમાં કોંગ્રેસ આગળ નીકળતું જોવા મળી રહ્યું હોય કોંગ્રેસની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. આમ હિમાચલની પુનરાવર્તન ન કરવાની તાસીર યથાવત રહી છે.

ગાંધીધામ કોંગી ઉમેદવાર ભરત સોલંકી ઇવીએમમાં ગોટાળાના આક્ષેપો સાથે કર્યો આપઘાતનો પ્રયાસ

વિધાનસભાની આજે યોજાયેલી મત ગણતરી દરમિયાન કચ્છ જિલ્લાના કેન્દ્રમાં ગાંધીધામ ખાતે મત ગણતરી કેન્દ્રમાં કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ સોલંકીએ ઇવીએમમાં ગોટાળા ના આક્ષેપ સાથે ગળાફાસા ખાવાનો પ્રયાસ કર્યો છે. આ બનાવથી રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે તેને તત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મત ગણતરીમાં ભાજપ સતત આગળ રહેતા તેમને ઇવીએમમાં ગોટાળો હોવાના આક્ષેપો સાથે ગળાફાંસો ખાય આપઘાત નો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે જ્યારે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.