સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’નું ટ્રેલર લોન્ચ,અલગ અવતારમાં જોવા મળશે ભાઈ

0
40

ઈદ આવે અને ભાઈ ના આવે એવું ક્યારે બન્યું છે ! ઘણા સમયથી રાહ જોવાતી સલમાન ખાનની ફિલ્મ ‘રાધે-મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું ટ્રેલર આવી ગયું છે. ટ્રેલરમાં ભાઈનો લૂક 2009માં આવેલી ‘વૉન્ટેડ’ મુવીની યાદ અપાવે છે. આ ફિલ્મમાં સલમાન ખાન એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. જેમાં મુંબઈમાં ચાલતા ડ્રગ્સ રેકેટને પકડવા માટે એક પોલીસ ઓફિસરને આ કેસ સોંપવામાં આવે છે. તેની કામ કરવાની રીત-ભાત તદ્દન અનોખી હોય છે.


આ ફિલ્મમાં સલમાન ખાન સાથે રણદીપ હુડ્ડા, દિશા પટ્ટની અને જેકી શ્રોફ જોવા મળશે. આ ફિલ્મનું ડિરેકશન વૉન્ટેડ, રાઉડી રાઠોડ, દબંગ-3 જેવી ફિલ્મ બનાવનાર પ્રભુ દેવાએ કર્યું છે. ટ્રેલરમાં ભાઈના એકશન દ્રશ્યોની ખુબ તારીફ કરવામાં આવી રહી છે. ફિલ્મ વિશે વધુ કહેવું તો અઘરું પડે, પણ ટ્રેલર જોતા એટલી ખબર પડે કે આ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવશે.

‘રાધે મોસ્ટ વોન્ટેડ ભાઈ’ 13મી મેં ના રોજ થિયેટર અને OTT પ્લેટફોર્મ બંને જગ્યા પર જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલર આવતાની સાથે બોક્સ ઓફિસ કલેશન અંગે અટકરો લગાવાય રહી છે. જોવાનું એ છે કે, કોરોના મહામારીના સમયમાં ભાઈની આ ફિલ્મ લોકોને થિયેટર સુધી લઈ જવામાં કેટલી સક્ષમ પુરવાર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here