જામનગર શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ સંક્રમણ વધ્યું, જાણો કેટલા નોંધાયા કેસ

રાજ્યના અન્ય શહેરોની માફક જામનગર શહેર અને જિલ્લામાં પણ કોરોનાના રોજબરોજ રેકોર્ડબ્રેક આંકડાઓ નોંધાવાની શરૂઆત થઈ છે. જિલ્લામાં 97 કેસ નોંધાયા બાદ એકજ દિવસમાં રેકોર્ડ બ્રેક 124 કેસ નોંધાયા છે. શહેરી વિસ્તારની માફક ગ્રામ્ય વિસ્તારમાં પણ ચિંતાજનક રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે.

જિલ્લામાં જે 124 કેસ નોંધાયા છે તેમાં 70 કેસ શહેરી વિસ્તારમાં અને 54 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 70 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા. જિલ્લામાં છેલ્લા આઠેક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો આવતા કોવિડ હોસ્પિટલના 1200 બેડમાંથી 632 બેડ ભરાઈ ગયા છે શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા કલેકટર અને કમિશરનું શહેરીજનોને નિયમોનું ચુસ્ત પાલન કરવા સૂચના આપી છે. જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો પ્રશાસને જાહેર સ્થળો પર લોકોનો પ્રવેશ બંધ કરવાની પણ તૈયારી બતાવી છે.

મ્યુ. ગેટ ટેસ્ટીંગ કેમ્પમાં આઠ પોઝિટિવ

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ કહેર મચાવ્યો છે. એવામાં મહાનગરપાલિકાના ગેટ પાસે ઉભા કરવામા આવેલા ટેસ્ટિંગ કેમ્પમાં એક સાથે આઠ લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ખળભળાટ મચ્યો છે. મનપામાં પ્રવેશ મેળવતા અરજદાર માટે રેપિડ ટેસ્ટ ફરજિયાત રાખવામા આવ્યો છે. મનપાના ગેટ પાસે જ આઠ જેટલા અરજદારોના ટેસ્ટ પોઝિટિવ આવતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. કોરોના પોઝિટિવ દર્દી ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ટેસ્ટિંગ કેમ્પ પાસે જ લોકો માસ્ક વગરના જોવા મળ્યા અને સોશિયલ ડિસ્ટન્સ પાલનનો અભાવ જોવા મળ્યો હતો. જિલ્લામાં 97 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા તો કોરોનાની સારવાર દરમિયાન 7 દર્દીઓા મોત નિપજ્યા હતા.