Abtak Media Google News

બસ હવે થોડા જ દિવસો બચ્યા છે દિવાળીના તહેવારને , બધી જ ગૃહિણીએ દિવાળીની  સાફસફાઈનું કામ ખૂબ જ જોર શોર થી ચાલુ કરી જ દીધું હશે. અને સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે  કારણ કે સાફ સફાઈ કરવાથી ઘરની સાથે સાથે સ્વાસ્થ્ય પણ સારું બની રહે છે.

પરંતુ સાફ સફાઈમાં ગૃહિણીનો ઘણો સમય ખર્ચ થઈ જતો હોય છે એવામાં જરૂરી હોય છે કે  કઈક એવા ટ્રિક્સની જેના દ્વારા સમયની બચત થઈ શકે આજે અમે તમને કેટલીક એવિ ટ્રિક્સ કહીશું જે તમને સાફ સફાઈમાં ઉપયોગી બની રહશે…

૧ ) સ્લાઈડિંગ ડોર :

Clean Patio Door Image2સ્લાઈડિંગ ડોરની સફાઈ કરવી સૌથી મુશ્કેલ કામ છે. ઓછા સમય માં તેને સાફ કરવા માટે તમે હાથમાં મોજા પહેરીને તેને સાફ કરી શકો. આથી તે સારી રીતે સાફ થાય છે અને સમય પણ બચી જશે.

૨) બેકિંગ પ્લેટ :

Download 3બકિંગ પ્લેટ્સ સાફ કરવા માટે એલ્યુમિનિયમ ફૉયલનો ઉપયોગ કરો. આથી તે સારી રીતે સાફ થશે.

૩) પીતળના વાસણો :

Screenshot 1 1પીતળના વાસણોની સફાઈ કરવા માટે સાબુનો ઉપયોગ કરો તે સિવાય તમે કેચઅપનો પણ ઉપયોગ કૃ શકો છો. કેચઅપથી સાફ પીતળના વાસણ ઝડપથી સાફ થાય છે.

૪) બારીની સફાઈ :

Window Cleaningબેકિંગ સોદા અને વિનેગારને મિક્સ કરીને તેને ૧૫ મિનિટ સુધી રાખીને બારીની સફાઈ કરવાથી તે જલ્દીથી સાફ થઈ જશે.

૫) ટોઈલેટની સફાઈ :

Landscape 1426783388 173233624ટોયલેટ પેપર લઈ તેના પર વિનેગર લગાવી ને તેને થોડો સમય માટે સીટ પર મૂકી. ત્યારબાદ તેને પાણીથી સાફ કરો. તેનાથી તમારું ટોયલેટ નવું દેખાશે.

૬) સ્ટીલના વાસણો :

How To Clean Stainless Steelસ્ટેનલેસ સ્ટીલના વાસણો સાફ કરવા માટે તેના પર તમે શેવિંગ ક્રીમ લગાવી તેને સાફ કરી શકો છો જેના થી વાસણો પર કઈક અલગ જ ચમક દેખાશે.

૭) સોફ્ટ ફર્નિચરની સફાઈ :

25D 02 74સોફ્ટ ફર્નિચરની સફાઈ માટે હાથમાં રબરના મોજા પહેરી તેને સાફ કરવાથી જલ્દી થી સાફ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.