ચોટીલા ચામુંડા માતાજીના મંદિર પર દેશભક્તિ સાથે તિરંગા કલરની ધજા લહેરાવાઈ

સુપ્રસિદ્ધ એવા ચોટીલા ચામુંડા માતાજીના મંદિર પર દેશભક્તિ સાથે તિરંગા કલરની ધજા લહેરાતા ચામુંડા માતાજી ધામમાં માતાના ભક્તો દેશભક્તિના રંગમાં રંગાયા

ભારત દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી ના ભાગરૂપે આઝાદીના અમૃતમહોત્સવ દરેક શહેરો અને ગ્રામ્યવિસ્તારોમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે સુપ્રસિદ્ધચોટીલા ચામુંડા માતાજીના ડુંગર ઉપરમાં ભગવતી શ્રી ચામુંડા માતાજીના મંદિરે મહંત પરિવાર દ્વારા મંદિરના શિખર પર તિરંગા કલરની ધજા ચડાવવામાં આવી હતી.

અન્ય ધજાદંડ પર દેશભક્તિ સાથે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.અને આજે પવિત્ર શ્રાવણ માસને રવિવારનો દિવસ હોવાથી સૌરાષ્ટ્ર સહિતના ભક્તજનો માના ચરણોમાં શીશ નમાવીને પવિત્ર થવા મસ્તક જુકાવવા આવેલા છે

ત્યારેઆ ભક્તોની ભીડ પણ સારા પ્રમાણમાં જોવા મળી આવી છે.અને આ ડુંગર પર તિરંગાને લહેરાતો જોઈ માઈ ભક્તોમાં આસ્થા સાથે રાષ્ટ્રીયભાવનાનનું ઘોડાપૂર ઉમટ્યું હતું.અને આવેક ભક્તો તિરંગા સાથે સેલ્ફીલેવા પડાપડી કરતા જોવા મળ્યાં હતા.