Abtak Media Google News

મઘ્યપૂર્વના દેશોની ઓઇલની આવકમાં મસ મોટુ ગાબડુ પડયું: ધારણા કરતા પણ ર૦ ટકા વધુ માલનો ભરાવો

મઘ્ય-પૂર્વ ઉર્જા ઉત્પાદન કેન્દ્ર ગણાતુ યુનાઇટેડ અબર અમીરાતની કમાણીમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ૨૭૦ બિલિયન ડોલરનો ઘટાડો થશે કોરોના વાયરસના પગલે સાઉદી અરબને મોટાપાયે ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી હોવાનું સોમવારે પ્રસિઘ્ધ આઇએમએફ ની યાદી જણાવાયું હતું.

આંતરરાષ્ટ્રીય રોકાણકારોનું માનવું છું કે કોરના કટોકટીને પગલે મઘ્ય પૂર્વની તેલ નિકાસમાં ૭.૩ ટકા ના ઘટાડાના પગલે આર્થિક કટોકટી ઉભી થશે.

કોરોના કટોકટીને લઇને તેલ બજારમાં આઇ.એમ.એફ. ની ધારણાથી ર૦ ટકા વધુ માલ ભરવો મઘ્ય એપ્રિલથી રહ્યા પામ્યો છે. અત્યારની પરિસ્થિતિમાં દરેક માટે પડકારોનો સામનો કરવાનો સમય છે. આ વર્ષે કયારેય ન આવી હોય તેવી પરિસ્થિતિનો સામનો દરેક કરી રહ્યા છે. આઇએમએફના મઘ્ય પૂર્વ અને મઘ્ય એશિયા વિભાગના જીહાદ અઝહરે એસો. પ્રેસને આ વિગતો આપી હતી.

ઇન્ટરનેશનલ  મોનિટર ફંડ દ્વારા એપ્રિલ મહિનામાં સાઉદી અરજબનું અર્થતંત્ર ૩૦ ટકા ના દરે વિકાસનું લક્ષ્ય ધરાવતું હતું. પરંતુ ૬.૮ ટકા ની ખોટ સામે ૩ ટકા ની ગયા વર્ષે વૃઘ્ધિ  પ્રાપ્ત કરી હતી. ફુડના નીચા ભાવ અને ઉત્૫ાદનના ઘટાડાથી સાઉદી અરબીને લાખો ડોલરની મહેસુલી આવકની ખોટ ગઇ હતી સાથે સાથે સાઉદી માટે ઇતિહાસમાં પ્રથમ વાર રપ લાખ હાજીઓનું આગમન આ વખતે કોરોના કટોકટીને પગલે હજ મુલત્વી રહેતા થયું ન હતું દેશ બહારના એકપણ યાત્રાળુઓને આવવા દીધા ન હતા.સાઉદ અરબ દ્વારા મહેસુલી આવક વધારવામાં જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાક્ષેત્રેઆ મહીને વેઇટમાં ૧પ ટકા જેટલો વધારો કર્યો હતો.

વાયરસની બીજા તબકકાની મંદીની આઇએમએફની ચેતવણી

આખાતના રાજયોને નિશ્ચિત માપ  દંડો અનુસરવાની તાકીદ કરી છે. સાઉદી અરબ માટે જ કોઇ ખાસ પાબંધી નથી તેમ અઝહરે જણાવ્યું હતું કોરોના વાયરસના બીજા તબકકાની મંદી અને પરિસ્થિતિ સામે અર્થતંત્ર અને સામાજીક જીવનને સુરક્ષિત કરવા તમામને ચેતવ્યા છે.

જયારે કે તેલની આયાત કરતા મઘ્ય પૂર્વના દેશો જેમ કે ઇજીપ્ત, સુદાન, જેવા દેશો ૧૦૧ ટકાની રાહત અને આઇએમએફના એપ્રિલ મિ!નાના બદલાયેલા આયોજનમાં ૧૦૧ ટકા થી ૧૦ ટકા જેટલી રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. આજ રીતે લેબનોન જેવા દેશોમાં કે જયાં ચલણમાં ર/૩ જેટલો ધસારો અને અવમુલ્યન આવ્યું છે. અને ૧ર ટકા જેટલી આ વર્ષ મંદી આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.