Abtak Media Google News

બુધ-શુક્ર-રાહુ વૃષભ રાશિમાં; ત્રણેય ગ્રહોની યુતી કોરોનામાં રાહત આપી શકે

હાલ બુધ, શુક્ર અને રાહુની યુતિ કોરોમાં રાહત આપી શકે છે. તા.1.5.21ના સવારના બુધ ગ્રહ વૃષભ રાશીમાં પ્રવેશ કરેલ. જયારે શુક્ર ગ્રહનો વૃષભ રાશીમાં પ્રવેશ તા. 4.5ના દિવસે થયેલો અને રાહુ વૃષભ રાશીમાંજ ચાલે છે. આમ ત્રણેય ગ્રહો વૃષભરાશીમાં ચાલે છે જે વાતાવરણમાં પલ્ટો લાવે બુધ શુક્રની યુતી મિત્ર રાશીમા હોવાથી બીમારીઓ દૂર થાય તેવી સંભાવના રહેલી છે ખાસ કરીને આ ત્રણ ગ્રહની યુતિ ભવિષ્યમાં લાભ આપે.

14 મેથી સૂર્યનારાયણનો વૃષભ રાશીમાં પ્રવેશથી વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળશે

આવતા વર્ષની કૃષિ ઉપજ સારી રહેશે. 14મેથી સૂર્યનારાયણ ભગવાન પણ વૃષભ રાશીમાં પ્રવેશ કરશે અને વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળશે તા.26.5.21 સુધી બુધ વૃષભ રાશીમાં રહેશે. ખાસ કરીને થોડા દિવસો સાવચેતી પૂર્વક પસાર કરવાથી ભવિષ્યમાં લાભ થશે.

સ્વતંત્ર ભારતની કુંડલી જોતા પાંચ ગ્રહોની યુતી પરાક્રમ ભુવીનમા છે. આપ્રમાણે અને અત્યારના ગોચરનાં ગ્રહો પ્રમાણે જો થોડા દિવસો સાવચેતી અને હિંમતથી પસાર કરશો તો ભવિષ્યમાં લાભ જરૂર મળશે તેમ શાસ્ત્રી રાજદિપભાઈ જોષીની યાદી જણાવે છે.

  • બુધ-શુક્ર રાહુની યુતિનું ફળ
  • મેષ રાશી: બોલીમાં સુધાર થાય
  • દાંતની બીમારીથી સાવચેત રહેવું
  • વૃષભ રાશી: માન-સન્માનની પ્રાપ્તી થાય.
  • મિથુન રાશી: બીમારીઓથી સાવચેત રહેવું જરૂરી
  • કર્કરાશી: મોટાભાઈ બહેનો સાથે હળીમળીને રહેવું
  • સિંહ રાશી: પોતાના રૂટીન કામકાજમા ધ્યાન આપવું.
  • ક્ધયા રાશી: ઘણમાં બેસી ખાસ ધાર્મિક પૂજા કરવી
  • તુલારાશી: વાહનધીમે ચલાવું
  • વૃશ્ર્ચિક રાશી: જીવન સાથી સાથે મેળ રાખવો.
  • ધનરાશી: વાદવિવાદથી દૂર રહેવું
  • મકરરાશી: સંતાનોની પ્રગતી થાય વિદ્યા અભ્યાસ જ્ઞાન વધારવું
  • કુંભરાશી: જમીન, મકાન ખરીદીમાં સાવચેતી રાખવી
  • મીનરાશી: મહેનતનું ફળ મળે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.