Abtak Media Google News

તબીબી ક્ષેત્રે અવિરત સેવાઓ આપી રહેલા ડોકટરોનું છોડ આપી સ્વાગત અભિવાદન

હરિવંદના કોલેજ દ્વારા આ વર્ષે ગો ગ્રીન થીમ પર અલગ અલગ દિવસોની ભાવસભર ઉજવણી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ અને સમાજમાં એક અલગ ઉદાહરણ પ્રસ્તુત કરવી શકાય તેવા ઉદેશ્યથી હરિવંદના કોલેજ દ્વારા ડોકટર ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તબીબી ક્ષેત્રે વર્ષોથી અવિરત સેવાઓ આપી રહેલ શહેરના તબીબોના આ સેવકાર્યને બિરદાવવા ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સ્વરૂપે ડોકટર ડેના દિવસે એક છોડ સાથે શુભેચ્છા આપવામાં આવી હતી.

આ દિવસે હરિવંદના કોલેજ દ્વારા તબીબી ક્ષેત્રે કાર્યરત તથા હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે સેવા આપી રહેલ ડો. વિજયભાઈ દેસાણી, મેડિકલ કાઉન્સીલ ના એક્ટિવ મેમ્બર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. ભવિનભાઇ કોઠારી, પીડીયુ મેડિકલ કોલેજના ડીન તરીકે કાર્યરત ડો. ગૌરવિબેન ધ્રુવ, વિખ્યાત ન્યૂરોલોજિસ્ટ ડો. હેમંગભાઈ વસાવડા, યુરોલોજી ક્ષેત્રે કાર્યરત ડો. અશ્વિનભાઈ લીંબસિયા, ગેસ્ટ્રોએંટ્રોલોજી ક્ષેત્રે કાર્યરત ડો. દેવાંગ ટાંક સહિત રાજકોટમાં તબીબી ક્ષેત્રે કાર્યરત ૨૫ તબીબોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

શુભેચ્છા અને અભિવાદનની અનોખી પહેલમાં હરિવંદના કોલેજના સ્થાપક સંચાલક ડો. મહેશભાઇ ચૌહાણ તથા કોલેજના યુવા કેમ્પસ ડાઇરેક્ટર ડો. સર્વેશ્વરભાઇ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ સાગરભાઈ પટેલ,  પરાગભાઈ ઝાલા, શક્તિસિંહ ગોહિલ,  સંજયભાઈ ઝાલા સહિત સ્ટાફ મિત્રોએ અને સ્વયંસેવકોએ અનેરી જેહમત ઉઠાવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.