- “કમાવ” દીકરાને જ વિદેશમાં આશ્રય મળે છે!
- 21 વર્ષ પૂરા થતા બાળકો માતાપિતાના આશ્રિત ગણી શકાય નહીં: પરિવારને ગ્રીન કાર્ડ વિઝા ન મળે તો બાળકોનું શું?
અમેરિકામાં ટ્રમ્પના શાસન બાદ અમેરિકા ગેરકાયદેસર રહેતા ભારતીયને દેશ નિકાલ કરવામાં આવ્યો છે. ત્યારે આ નીતિના કારણે 21 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને અનિશ્ચિતતા તરફ જવાનો ડર સતાવી રહ્યો છે. 21 વર્ષના થવાના છે તેવા H1-B વિઝા ધારકોના બાળકો અસ્તિત્વની મૂંઝવણનો સામનો કરી રહ્યા છે. તેમને હવે NRI માતાપિતા (H-4 વિઝા ધારકો)ના આશ્રિત ગણી શકાય નહીં. અત્યાર સુધી યુએસ નીતિએ તેમને ‘વૃદ્ધાવસ્થા’ પછી નવા વિઝા દરજ્જા માટે બે વર્ષનો સમય આપ્યો હતો, પરંતુ ઇમિગ્રેશન નિયમો અને કોર્ટ કેસોમાં તાજેતરના ફેરફારોને કારણે તેઓ આ જોગવાઈ રદ થવાની ચિંતામાં મુકાયા છે. તેમને ડર છે કે તેઓને ભારતમાં ‘દેશનિકાલ’ કરવાની ફરજ પાડવામાં આવશે. એક એવો દેશ જેનાથી તેઓ ભાગ્યે જ પરિચિત છે – અથવા યુએસમાં રહેશે તો પણ ‘બહારના લોકો’ તરીકે જીવશે. માર્ચ 2023ના ડેટા અનુસાર, લગભગ 1.34 લાખ ભારતીય બાળકો તેમના પરિવારોને ગ્રીન કાર્ડ મળે તે પહેલાં આશ્રિત વિઝા દરજ્જાની બહાર થવાની અપેક્ષા હતી.
ટેક્સાસમાં તાજેતરમાં કોર્ટના ચુકાદાએ ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ અરાઇવલ્સ (DACA) હેઠળ નવા અરજદારોને વર્ક પરમિટ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે, જેનાથી મૂંઝવણ વધી ગઈ છે. DACA બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સને, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, જે 21 વર્ષના થયા પછી તેમના માતાપિતાના આશ્રિત તરીકેના દરજ્જા માટે અયોગ્ય બની જાય છે.
આ જોગવાઈ વિના, ભારતીય યુવાનોને ડર છે કે તેઓ અનિશ્ચિતતા તરફ જઈ રહ્યા છે. સમસ્યાને વધુ જટિલ બનાવતી હકીકત એ છે કે માતાપિતાએ 12 વર્ષથી 100 વર્ષ સુધીના રાહ જોવાના સમયગાળા સાથે ગ્રીન કાર્ડ માટે અરજી કરી છે. આ યુવાનોમાંથી કેટલાક કેનેડા અથવા યુકે જેવા અન્ય દેશોમાં જવાનું પણ વિચારી રહ્યા છે, જ્યાં ઇમિગ્રેશન નીતિઓને વધુ સમાવિષ્ટ માનવામાં આવે છે. તેમજ કેટલાક માતા પિતા પરત ફરવા અંગે વિચારી રહ્યા છે.યુએસ રોજગાર-આધારિત ગ્રીન કાર્ડ સિસ્ટમમાં મોટા પાયે બેકલોગ, જે ભારતીય ઇમિગ્રન્ટ્સને અપ્રમાણસર રીતે અસર કરે છે, તે યુવાનોના આ વર્ગમાં ગંભીર ચિંતાનો વિષય છે.