Abtak Media Google News

દળી-દળીને ઢાંકણીમાં!!!

સ્થાનિકોની જીવન પરિસ્થિતિ સુધારવા માટેનાં પ્રયત્નો હજુ સુધી કારગત નિવડયા નથી!

અમાનવીય અત્યાચાર અને ઈસ્લામના કટ્ટરવાદી શાસન અને સતા ટકાવી રાખવા માટે દમણકારી શાસન માટે હવે વિશ્વભરમાં વગોવાયેલું તાલીબાન અફઘાનિસ્તાનમાં અમેરિકાનાં કથિત ૫૬ લાખ કરોડનાં ધુમાડા કરવા છતાં પણ વધુ તાકાતવાર બનીને અફઘાનિસ્તાનનો કબજો વધુ મજબુત બનાવી દમણકારી શાસક બનવા તરફ ઉભરી આવ્યું છે. અફઘાનિસ્તાનમાં તાલીબાન શાસનમાં તાલીબાનોની ગોળીએ વિંધાયેલા અનેકવિધ લોકોનાં પરિવારો ૨૦૦૧ થી ખુબ જ ખરાબ જીવન ગુજારે છે ત્યારે તેની દયનીય પરિસ્થિતિ સુધારવા માટેનાં પ્રયત્નો હજુ પણ કારગત નિવડયા નથી. અફઘાનિસ્તાનમાં તાલીબાનનાં દમણકારી શાસન અને ઉપદ્રવ સામે લોકોને સુરક્ષિત કરવા અને જનજીવનને સુરક્ષિત બનાવવા ૧૮ વર્ષનાં ગાળામાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ૫૬ લાખ કરોડ રૂપિયાનું આંધણ કર્યું છે. અત્યાર સુધીમાં ૧,૪૭,૦૦૦ લોકોનાં મૃત્યુબાદ તાલીબાની વધુ શકિતશાળી થઇને સતામાં આવ્યા છે. તાલીબાનીઓની સેના દેશનાં અડધા ઉપરાંતનાં ભાગમાં હાલ કબજો કરીને બેઠી છે. અત્યારે ૨૦૦૧ થી શરૂ થયેલા તાલીબાનોનાં સંઘર્ષનાં સમયગાળામાં તાલીબાનીઓની સતા વધુ સમર્થ બની હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકાએ તાલીબાનોને વધુ સતા આપવાનાં પ્રયાસો શરૂ કર્યા છે ત્યારે અમેરિકાએ અચાનકથી તાલીબાનો સાથે વાતચીતનો મુસદો પણ અટકાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં અમેરિકા અને તેના સહયોગી દળોને ઘણા કડવા અનુભવોમાંથી પસાર થવુ પડી રહ્યું છે. અમેરિકાએ જયારે જયારે તાલીબાનીઓ સાથે વાતચીત કરવાનાં પ્રયાસો કર્યા છે ત્યારે અમેરિકાને તાલીબાનો માત્ર ભ્રમણા ઉભી કરી વિદેશી સેના સાથે હાથ મિલાવવાનો માહોલ ઉભો કરીને તાલીબાનીઓની ભ્રમણા વચ્ચે અન્ય જુથો તેની હિંસા વકરાવી રહ્યા હોય તેવું સામે આવ્યું છે.

અમેરિકાએ તાલીબાનો સાથે શરૂ કરેલા વાતચીતનાં પ્રયાસોએ સમગ્ર વિસ્તારમાં શાંતીનાં માહોલનો એક આનંદદાયી આશાવાદ ઉભો કર્યો છે અને અફઘાનમાં પણ અન્ય દેશોની જેમ દહેશત અને હિંસાની વાતાવરણ ખતમ થશે તેવી આશા પણ સેવવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાએ અત્યારસુધી મોટી કિંમત ચુકવી દીધી છે અને હવે અફઘાનિસ્તાનમાંથી અમેરિકા પોતાનાં સૈન્યને પાછુ બોલાવી લેવાનાં સંકેતો પણ આપી દીધા છે. ટ્રમ્પે અફઘાનિસ્તાનનો આ સંઘર્ષ અનંત ગણાવ્યો છે. આ પ્રસંગે અમેરિકાનાં ગૃહ રાજય સચિવે જણાવ્યું છે કે, દાયકાઓથી અફઘાનિસ્તાનની શાંતી માટે અંદાજે ૫૬ લાખ કરોડ રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે પરંતુ તેનાથી કોઈ નકકર પરીણામ આવ્યું નથી.

હાલ અફઘાનિસ્તાનમાં તાલીબાનોનાં ૨૦ જેટલા અલગ-અલગ જુથો ૨૦૧૫ થી નાગરિકોને સતત નિશાન બનાવી રહ્યા છે. આત્મઘાતી હુમલાઓ અને તાજેતરમાં જ ગત માસમાં લગ્ન સમારંભમાં થયેલા હુમલામાં ૮૦ નાગરિકોનાં મોત નિપજયા હતા. અફઘાનમાં અન્ન પુરવઠો, સુરક્ષા અને સ્થાનિક રોજગારીથી ૫૭ ટકા લોકો વંચિત રહેતા હોવાનો પડકાર ખુબ જ મોટો છે. અફઘાનમાં અત્યારે અડધા ઉપરાંત દેશ પર તાલીબાનોની પકડ દેખાઈ રહી છે ત્યારે અમેરિકાએ અત્યારસુધી ૫૬ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ વ્યથ નિવડયો હોય તેવું પણ લાગી રહ્યું છે ત્યારે આંશિક રીતે અમેરિકા અને તાલીબાન સામે જાણે શરણાગતિ સ્વિકારી લીધી હોય તેમ લાગી રહ્યું છે.

ક્રૂડનો ધંધો યુદ્ધ સુધી લઇ જશે???

ઈરાન-અમેરિકા વચ્ચેના રાજદ્વારી ખેંચ વચ્ચે સાઉદીની રિફાઈનરીઓ પર થયેલા હુમલામાં ઈરાનનો હાથ હોવાનાં અમેરિકાનાં આક્ષેપ સામે આક્ષેપ ફગાવતા જણાવાયું છે કે, વિશ્ર્વની તેલ બજારને હચમચાવી મુકનારા સાઉદી રિફાઈનરી પરનાં હુમલામાં કોઈપણ પ્રકારની સંડોવણી નથી. સાઉદીની રિફાઈનરી ઉપર થયેલા હુમલામાં તેલનાં ભંડારો સળગાવી મુકવામાં આવ્યા છે. ઈરાનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવકતાએ અમેરિકાનાં આ આક્ષેપને બેબુનિયાદી ગણાવીને ઈરાનનું સૈન્ય કોઈપણ પરિસ્થિતિમાં યુદ્ધ માટે સજજ હોવાનું એલાન કર્યું હતું. બધા લોકો જાણે છે કે, અમેરિકાએ ઈરાન ફરતે ઘેરો બોલાવ્યો છે પરંતુ ઈરાને જણાવ્યું હતું કે, દેશની સેના પણ સજજ છે. બીજી તરફ તેલનાં રાજા ગણાતા સાઉદી એરેમકોએ જણાવ્યું હતું કે, એરેમકો દુનિયાની તેલ જરૂરીયાતો પુરી કરવા માટે સજજ છે. ઈરાને આ હુમલામાં પોતાનો કોઈ હાથ ન હોવાનો બચાવ કર્યો છે. આ કટોકટીથી ક્રુડ ઓઈલનો ભાવ ૧૦૦ ડોલર સુધી વધે તેવી આશંકા વ્યકત કરાઈ છે. રિયાધ સતાવાળાઓએ ૧૮૮ મિલીયન બેલરનો અનામત જથ્થો જાળવી રાખવા સમર્થ હોવાનું જણાવ્યું છે. સાઉદીની ધોરી નસ ગણાતી કંપની માર્કેટમાં સ્થિરતા માટે પ્રયત્ન કરી રહી છે. હુમલાખોરો યમનનાં હોવાનો કોઈ પુરાવા મળ્યા નથી. સુન્નિ, મુસ્લિમ, સાઉદી અરેબીયા અને ઈરાનનાં સીઆઓ વચ્ચેની આ ક્રોકશીવોર હોવાનું જણાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.