Abtak Media Google News

પ્લાસ્ટીકનો વપરાશ, વેંચાણ અટકાવવા ટીમોની રચના કરતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરુ કરેલ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશ ઉપર તા.૪-૬-૨૦૧૯ના જાહેરનામાથી પ્રતિબંધ મુકવામાં આવેલ છે, જે અનુસંધાને આજે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, આરોગ્ય-ફૂડ વિભાગ, અન્દ જગ્યા રોકાણ શાખાના સ્ટાફ ઉપરાંત વિવિધ શાખાઓના વોર્ડ ઓફિસરઓ અને કર્મચારીઓની બનેલી વોર્ડ વાઈઝ ટીમો દ્વારા શહેરમાં તમામ સ્થળોએ સઘન ચેકિંગ અને સિંગ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી શરૂ કરવા મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલે આદેશ આવ્યો છે.

જેમાં ૧૦૦૦ વર્ષ કે તેનાથી વધુ સમય સુધી પણ ડીગ્રેડ ન થતા પ્લાસ્ટિક, ઝબલા, સ્ટ્રો, થર્મોકોલ, વગેરે સામે ઝુંબેશ ચલાવવી જરૂરી બને છે. આ પ્લાસ્ટિક ધરતીમાં ભળતું નથી. જેનાથી દરિયાઈ જીવ સૃષ્ટી, ધરતી પરના પશુઓના સ્વાસ્થ્યને  ખુબ નુકશાન થાય છે. આપણે રાજકોટની જ વાત કરીએ તો રાજકોટ શહેરમાં અંદાજે ૧૫.૫ લાખની વસ્તી છે, જેની સામે મહાનગરપાલિકાની નિયત કરેલ શાખા આરોગ્ય, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, ફૂડ શાખા સતત કામગીરી કરે જ છે પરંતુ ૧૫.૫ લાખની વસ્તી સામે આપણો સ્ટાફ ઓછો પડે છે,  તેથી તેની સાથે બીજી શાખાઓના સ્ટાફને સપોર્ટ આપી આ અભિયાનને વધુ અસરકારક બનાવવામાં આવનાર છે. જાહેર જનતા અને વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરે તેવી ટેવ પાડવી ખુબ જ જરૂરી છે.  જ્યાં સુધી માર્કેટમાં ઝબલા અને પ્લાસ્ટીકની વસ્તુઓ વેચાતી રહેશે ત્યાં સુધી વેપારીઓ અને લોકો તેને વાપરશે. લોકોની અને વેપારીઓની ટેવ સુધારવા અને તેમની ટેવ બદલાવવા આજથી જ આ અભિયાન શરૂ કરવામાં આવી રહયું છે.

આ અભિયાનમાં દરેક સ્ટાફને જુદાજુદા વિસ્તાર ડિફાઇન કરવામાં આવેલ છે, દરેક સ્ટાફે નોકરીના સમયથી વધારા સમયે આ કામગીરી કરવાની રહેશે. શહેરના તમામ હોકર્સ ઝોનમાં તેમજ શાકભાજી-ફ્રુટ, ફરસાણ અને કરિયાણાના વેપારીઓ સહિત તમામ વ્યવસાયિક સ્થળોએ ફોકસ કરવામાં આવશે. તા. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં શહેરમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ થાય તેવો નિર્ધાર છે. લોકો અને વેપારીઓ પ્લાસ્ટિક વાપરતા બંધ થઇ જાય તે દિશામાં કામગીરી કરવામાં આવશે. વોર્ડ ઓફિસરોને જુદાજુદા વોર્ડની જવાબદારી સોપવામાં આવેલ છે, તેમની નીચેના સ્ટાફ સાથે સંકલન કરી જે તે વોર્ડની ટીમો આ કામગીરી કરશે, તેમ નાયબ કમિશનર ચેતન ગણાત્રાએ જણાવ્યું હતું.

આ સંપૂર્ણ અભિયાન ત્રણ ફેઈસમાં વેચાયેલો છે. પ્રથમ તબક્કામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, બીજા તબક્કામાં મહાઝુંબેશ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવશે અને ત્રીજા તબક્કામાં એકત્રિત કરેલું પ્લાસ્ટિક રીસાઈકલ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. રાજકોટ શહેરમાં જાહેરનામાંથી તમામ કેરી બેગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.