Abtak Media Google News

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની સૂચનાથી તેમજ વહીવટીતંત્ર રાજકોટ ની દરખાસ્ત પર તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરીને રાજ્ય સરકાર દ્વારા રાજકોટની સિવિલ હોસ્પિટલ માટે વેપોરાઈઝર મશીન મંજુર કરવામાં આવ્યું છે.આગામી ગણતરીના દિવસોમાં આ મશીનનું ઇન્સટોલેશન કરવામાં આવશે.

વિપોરાઈઝર લિક્વિડ ઓક્સિજનને ગેસ ઓક્સિજનમાં ક્ધવર્ટ કરવામાં અગત્યનુ કામ કરે છે. ઓક્સિજનનો વધારે વપરાશ હોય ત્યારે જો એક જ વેપોરાઇઝર મશીન હોય તો તેના પર બરફ જામી જાય છે અને કામની ગુણવત્તા પર અસર ન થાય તે માટે સતત પાણીનો છંટકાવ અથવા તો બરફ દૂર કરવા નું મેન્યુઅલી કામ કરવું પડે છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધારે હોવાથી સ્વભાવિક રીતે વધારે ઓક્સિજનની વપરાશને લીધે હાલ એક મશીન પર ખૂબ બર્ડન રહે છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની કામગીરી સંભાળતા ડો. જે. કે. નથવાણીએ જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર રેમ્યા મોહન તેમજ હોસ્પિટલ તંત્ર દ્વારા બીજા વેપોરાઇઝરની જરૂરિયાત અંગે સરકારમાં દરખાસ્ત કરવામાં આવતા મુખ્યમંત્રી દ્વારા રાજકોટની જરૂરિયાતને ધ્યાને લઇને તાત્કાલિક મંજૂરી આપવામાં આવી છે.

કોરોનાની લહેર વધતા જતા સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે. જેના માટે તંત્ર દ્વારા તાબડતોડ તૈયારીઓ પણ કરવામાં આવી હતી. જેના કારણે હાલ સિવિલની કોવિડ બિલ્ડિંગમાં મહાકાય ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. જેના દ્વારા દર્દીઓને ઓક્સિજનની પુરી વ્યવસ્થા મળી રહે છે.

તો બીજી તરફ આ ઓક્સિજન પ્લાન્ટની સાવચેતી પણ ખૂબ જરૂરી રહે છે. ઓક્સિજન પ્લાન્ટ પાસે જામી જતા બરફના સ્તરને કાબુમાં રાખવા વેપોરાઈઝર મશીન પણ લગાવામાં આવ્યું છે. આ મશીન પર ધ્યાન રાખવા માટે 24 કલાક સિવિલ હોસ્પિટલનો એક સ્ટાફ ત્યાં હાજર રહે છે. ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે 20 ટનની કેપેસિટી ધરાવતો પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.

મોટા પ્રમાણમાં ઓક્સિજન ઉત્પાદનની સાથે પ્લાન્ટમાં બરફના થર જામી જવાની મુશ્કેલીઓ પણ સામે આવી હતી. જે તંત્રના ધ્યાન પર આવતા તુરંત મુખ્યમંત્રી વિજય રૂપાણીને દરખાસ્ત મોકલવામાં આવી હતી.

જેથી મુખ્યમંત્રીએ તાબડતોડ બરફના થરને હટાવવા માટે વેપોરાઈઝર મશીનની મંગણીને મંજૂરી આપી હતી. તો બીજી તરફ કલેકટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આ મશીન દ્વારા ઓક્સિજન પ્લાન્ટની સંભાળ રાખવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.