Abtak Media Google News

કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા માટે દેશમાં ૪ તબકકામાં લોકડાઉન લદાયા બાદ ગત ૧લી જુનથી અનલોક-૧માં રાજયમાં આર્થિક ગતિવિધિઓ ધીમે-ધીમે શરૂ થઈ જવા પામી છે. બજારો ખુલ્લી રાખવા માટે પણ છુટછાટ અપાઈ રહી છે. દરમિયાન આગામી સોમવારથી મહાપાલિકા દ્વારા ૯૫ હોકર્સ ઝોન અને ૬ શાકમાર્કેટ શરૂ કરી દેવામાં આવશે જેનો ચાર્જ સોમવારથી વસુલ કરાશે.

આ અંગે મહાપાલિકાનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરમાં ગત માર્ચ માસથી શાકમાર્કેટ અને હોકર્સ ઝોન કોરોનાનાં કારણે બંધ છે. અનલોક-૧નાં તબકકામાં હવે ધીમે-ધીમે શહેરમાં આર્થિક ગતિવિધિઓ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે સોમવારથી શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં આવેલા ૯૫ હોકર્સ ઝોનમાં ધંધો કરતા ૩૦૦૦થી વધુ નાના વેપારીઓને રેકડી, કેબિન રાખી ધંધો કરવાની છુટછાટ આપવામાં આવશે. આ ઉપરાંત જયુબેલી શાકમાર્કેટ, ગોવિંદબાગ શાકમાર્કેટ, દેવપરા શાકમાર્કેટ, હુડકો શાકમાર્કેટ, ગુંદાવાડી શાકમાર્કેટ પણ શરૂ કરી દેવામાં આવશે. હોકર્સ ઝોન અને શાકમાર્કેટનો ભરવાપાત્ર ચાર્જની વસુલાત પણ મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવશે. જેમાં તમામ લોકો સિવિક સેન્ટર કે વોર્ડ ઓફિસ ખાતે નિયત કરેલો વેરો ભરપાઈ કરી શકશે.

રૂડા આવાસ યોજના માટે સોમવારથી ફોર્મ જમા કરાવી શકાશે

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બાંધવામાં આવનાર ૩૯૭૮ આવાસોની ફાળવણી માટે રૂડા કચેરી દ્વારા ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવેલ હતા. જેની ફોર્મ વિતરણ અને ડીપોઝીટ સાથે ફોર્મ પરત લેવાની કાર્યવાહી નોવેલ કોરોના મહામારીને પગલે ૨૩ માર્ચથી સ્થગિત કરવાની ફરજ પડેલ હતી.  કોવિડ-૧૯ કોરોના વાઇરસની મહામારી અસરને કારણે લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લઇ કોઇ લાભાર્થી આવાસ યોજનાથી વંચીત રહી ન જાય અને વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લઇ શકે તે હેતુથી આ સ્થગિત કરેલ કામગીરી ફરીથી શરુ કરી રૂડા કચેરી દ્વારા ફોર્મ મેળવવા તથા ફોર્મ જમા કરાવવા અંગેની કામગીરી તા.૦૮/૦૬/૨૦૨૦ થી તા.૩૦/૦૬/૨૦૨૦ સુધી જાહેર કરવામાં આવે છે.

આમ, ઉપરોક્ત બેંકોની જણાવેલ તમામ શાખાઓમાંથી, કૃષ્ણનગર છખઈ સિવિક સેન્ટર, કોઠારિયા રોડ છખઈ સિવિક સેન્ટર, ઇસ્ટ ઝોન છખઈ સિવિક સેન્ટર અને રૂડા કચેરીએથી તા.૦૮/૦૬/૨૦૨૦થી ફોર્મ મેળવી શકાશે અને ડીપોઝીટ સાથે ફોર્મ ભરી તમામ સેન્ટરો પર પરત કરવાની અંતિમ તા.૩૦/૦૬/૨૦૨૦ રહેશે. અગાઉ જેઓએ ફોર્મ પરત કરેલ છે તેઓએ પુન: ફોર્મ ભરવાની જરૂરિયાત રહેશે નહિ. ફોર્મ મેળવવા કે પરત કરવા દરમ્યાન બેન્ક શાખા પર અરજદાર સોશ્યલ ડીસ્ટ્ન્સીંગનું પુર્ણ પાલન કરે તથા માસ્ક પહેરીને જ પરીસરમાં પ્રવેશ કરે તેવી નમ્ર અપીલ છે.

તથા કોરોના સંક્રમનને ધ્યાને લઇ વધુમાં વધુ લોકો ઓનલાઇન ફોર્મ ભરવાની વ્યવસ્થાનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે રૂડા કચેરીની વેબસાઇટ www.rajkotuda. com અથવા www.rajkotuda. co.in પરથી તા.૩૦/૦૬/૨૦૨૦ સાંજે ૬:૦૦ સુધી ફોર્મ ભરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.