ધી વેરાવળ મર્કન્ટાઈલ કો – ઓપ. બેન્ક લી. ને ત્રણ FCBA એવોર્ડ એનાયત 

દેશભરની 1530 જેટલી અર્બન બેંકો પૈકી ચાલુ વર્ષે પણ કરાઈ પસંદગી

સૌરાષ્ટ્રની અગ્રગણ્ય ધી વેરાવળ મર્કન્ટાઇલ કો – ઓપરેટીવ બેન્ક લી , ને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ત્રણ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. તા.16-10 ના રોજ ઈન્દોર મુકામે યોજાયેલી અર્બન બેન્કોની નેશન કો  ઓપરેટીવ બેન્ક સમીટમાં દેશના પ્રતિષ્ઠીત ‘બેન્કીંગ ફ્રન્ટીયર’  મેગેઝીન દ્વારા રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના ડીરેકટર સતીષજી મરાઠે , પૂર્વ ચીફ જનરલ મેનેજર  રત્નાકર દેવળે , NAFCUB ના ચેરમેન જયોતિન્દ્ર મહેતા, CEO  ડી. ક્રીષ્ના, ગુજરાત સ્ટેટ કો – ઓપ . બેન્કના ચેરમેન અજયભાઈ પટેલ તથા ભારતભરની અર્બન કો  ઓપરેટીવ બેન્કોના ચેરમેનઓ અને ડીરેકટરઓની વિશાળ હાજરીમાં પૂર્વ યુનિયન મીનીસ્ટર અને નેશનલ કમીટી ઓફ ડ્રાફ્ટ કો – ઓપરેટીવ પોલિસીના ચેરમેન  સુરેશ પ્રભુ વરદ હસ્તે દેશભરની આશરે 1530 જેટલી અર્બન બેન્કો પૈકી ધી વેરાવળ મર્કન્ટાઈલ કો – ઓપ . બેન્કે વર્ષ 2021-22 માં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ બેન્કના ચેરમેન નવીનભાઈ એચ . શાહ , જોઈન્ટ મેનેજિંગ ડીરેકટર શ્રીમતિ ભાવનાબેન એ . શાહ , અન્ય ડીરેકટરઓ તથા CEO અને જનરલ મેનેજરને ત્રણ ફ્રન્ટીયર કો  ઓપ . બેન્ક એવોર્ડસ ’ બેસ્ટ રીસ્ક મેનેજમેન્ટ ઈનીશીયેટીવ  ,બેસ્ટ ઓડીટ ઈનીશીયેટીવ ’ તથા ’ બેસ્ટ 360 ડીગ્રી કસ્ટમર વ્યુ ઈનીશીયેટીવ ’ એનાયત કરવામાં આવેલ . ધી વેરાવળ મર્કન્ટાઈલ કો – ઓપરેટીવ બેન્કે ચાલુ વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ એવોર્ડ પ્રાપ્ત કરી , ગીર સોમનાથ પંથક તથા સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રનું ગૌરવ વધારેલ છે.

બેન્કના ચેરમેન નવીનભાઈ એચ . શાહ , મેનેજિંગ ડીરેકટર ડો . કુમુદચંદ્ર એ . ફીચડીયા , જોઈન્ટ મેનેજિંગ ડીરેકટર શ્રીમતિ ભાવનાબેન એ . શાહ તથા સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટર્સ , બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા બેન્કની આ સિધ્ધિને સર્વે સભાસદો , થાપણદારો અને ગ્રાહકોના બેન્ક ઉપરના અતુટ વિશ્વાસ અને સહકારને સમર્પિત કરી સર્વેને શુભેચ્છા પાઠવેલ છે .