Abtak Media Google News

તાજેતરમાં આવેલા ૧૭મી લોકસભાની ચૂંટણીના પરિણામોમાં દેશભરમાં મોદી સુનામી ફરી જવા પામી છે. નરેન્દ્રભાઈના આ વિજયને તેમના માતા હીરાબાએ પણ હર્ષભેર વધાવ્યો હતો. નરેન્દ્રભાઈના નાનાભાઈ પંકજભાઈ સાથે ગાંધીનગરના રાયસણ ગામે રહેતા હીરાબાએ મોદી અને ભાજપ ભવ્ય વિજય બાદ તેમના બંગલા બહાર એકઠા થયેલા સમર્થકોની લાગણી બહાર આવીને ઝીલી હતી ‘મોદી’ ‘મોદી’ના સતત કાર્યકરો દ્વારા થતા સુત્રોચ્ચાર વચ્ચે હીરાબાએ બે હાથ જોડીને સૌનો આભાર વ્યકત કરીને નરેન્દ્રભાઈના માતા હોવાનું ગર્વ સાથે આ વિજયને હર્ષભેર વધાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.