Abtak Media Google News

દેશભરમાં કોરોના સંક્રમણ રોકવા ઘણા રાજ્યોમાં લોકડાઉન લગાવામાં આવ્યું છે. લગ્ન સમારોહને લઈને નવી માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. જો કે, લોકો કોરોના સમયગાળામાં પણ લગ્ન કરવાની નવી નવી રીત અપનાવી રહ્યા છે. આ દરમિયાન, તામિલનાડુના મદુરાઇના એક દંપતીને લગ્ન કરવાનો એક અનોખો રસ્તો શોધી કાઢ્યો હતો.

આ દંપતીએ આકાશમાં વિમાનની અંદર લગ્ન કર્યા. તે જ સમયે, હવે તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.કોરોના પ્રોટોકોલની ધજ્જિયા ઉડાવતા મદુરાઈના કપલે વિમાન ભાડે રાખી અસમાનમાં લગ્ન કર્યા. મદુરાઈના મીનાક્ષી મંદિર ઉપર જયારે વિમાન પોહચ્યું ત્યારે કપલે લગ્ન કર્યા હતા. લગ્ન દરમિયાન પ્લેનમાં પરિવાર સગાસબંધી સાથે ઘણા બધા લોકો હતા. જેમાં કોરોના પ્રોટોકોલના નિયમનો ભંગ થતા જોવા મળ્યો છે. આ દરમિયાન સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપીયોગ પણ કોઈ એ કર્યો ના હતો.


વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા અને દુલ્હન લગ્ન માટે સંપૂર્ણ તૈયાર છે. બંને ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલા જોવા મળે છે. લગ્નનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે. લગ્ન પછી વિમાન મદુરાઈ પરત ફરી ગયું. આ લગ્નની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. તે જ સમયે, આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

લગ્નમાં કપલ અને પરિવારના લોકો ખુશીથી મજામાણી રહ્યા હતા. આવા અનોખા લગ્ન લગભગ પહેલી વાર જોવા મળ્યા છે, ખાસ કરીને કોરોના વાયરસના સમયમાં આટલા બધા લોકોને સાથે લઈ અવકાશમાં લગ્ન કરવા. આ અનોખા લગ્નનો વીડિયો જોય લોકો એક તરફ વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બાદલ ટીકા પણ જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.