મોટલ ધી વિલેજમાં સોમવારે ‘હોલી કે રંગ અપનો કે સંગ’નું ધમાકેદાર આયોજન

mtv | rajkot
mtv | rajkot

સારેગામા ફેઈલ પાર્શ્ર્ચગાયીકા પ્રિયંકા વૈધ રાજકોટવાસીઓને જલસો કરાવશે: ઈકો ફેન્ડલી કલર્સ, રેઈન ડાન્સ અને ધમાલ મસ્તી સાથે ઉજવાશે રંગીલો તહેવાર ધુળેટી

રંગોના તહેવારને મોજ મસ્તી આનંદ ઉત્સાહથી ઉજવવા રાજકોટની રંગીન મોજીલી જનતા સાથે ઉજવવા દર વર્ષની જેમ જ મોટલ ધ વિલેજ પોતાના માનવંતા અતિથીઓ સાથે હોલી કેંગ અપનો કે સંગ ઉજવવા રંગીન ધમાકેદાર આયોજન સાથે તૈયાર છે.

હોલી કે રંગ અપનો કે સંગ ઉજવવાની મજાક જુદી છે. મોટેલ ધ વિલેજ વર્ષોથી પરંપરા પ્રમાણે ધૂળેટી નો તહેવાર રંગ પ્રેમ સ્નેહ ઉત્સાહ ઉમંગ અને સ્વાદિષ્ટ પકવાનો સાથે ઉજવે છે ફરી આ વખતે હોળીના તહેવારને સૌ સાથે મળીને અવિસ્મરણીય યાદગાર બનાવીશું.

સુપ્રસિધ્ધ સારેગામા ફેઈમ પાર્શ્ર્વગાઈકા પ્રિયંકા વૈધ ફરી એકવાર રંગીલા રાજકોટના મસ્ત મોઈલા રાજકોટીયન ને પોતાના ધમાકેદાર જબરદસ્ત પરફોર્મન્સથી જલસો કરાવવા તૈયાર છે. આ ધૂળેટીમાં ઈકો ફેંડલી કલર્સ માડપુલ રેઈન ડાન્સ મુંબઈથી પધારેલ સારેગામા ફેઈમ સીંગર પ્રિયંકા વૈધ ડીજે કલ્પ સેલ્ફી સ્ટુડિયો, ગગ્નબો કીડઝ ઝોન, ગેઈમ ઝોન, બોલીવુડ થીમ આધારીત ધુળેટીનું ડેકોરેશન જેવી ધમાલ મસ્તી સાથે સ્વાદીષ્ટ લંચ ફૂલ કોર્સ મેનું જેમાં ઠંડાઈથી ડેઝર્ટ સુધી મનભાવન વાનગીનો રસથાળ આકર્ષણનું કેન્દ્ર બનશે.

મોટેલ ધ વિલેજનાં રળીયામણા કુદરતી વાતાવરણમાં ફૂલઓન મસ્તી ધમાલથી ધૂળેટી ઉજવી સૌ રંગાઈ જઈએ રંગમાં કારણ કે ધૂળેટીની મજા તો આવે અપનો કે સંગ