Abtak Media Google News

વોટસએપથી રોડ રીપેરના મંત્રીના દાવાનો ફીયાસ્કો

છેલ્લા બે વર્ષથી માર્ગ પરના ખાડા બુરવાની અનેક રજુઆતો તંત્રના બહેરા કાને અથડાતી હોવાની ચર્ચા, વધુ એક અકસ્માત સર્જાતા ગ્રામજનોમાં રોષ

ધ્રોલ તાલુકાના હમાપર ગામે જર્જરીત રોડ ઉપર બે વર્ષથી ખાડા પડેલ હોય અને તંત્ર આ ખાડા બુરવાનું કામ ન કરતા અને જવાબદારીઓ ને ધ્યાન ન આપતા અંતે અકસ્માતના બનાવમાં ચાર યુવાનોને ગંભીર ઈજા થવાથી ભારે હોબાળો મચી જવા પામ્યો છે. અને ગ્રામજનો રોષે ભરાઈને હવે તંત્રની રાહ જોયા વગર માનવ જીંદગી બચાવવા માટે ગ્રામજનો જાતે ખાડા બુરવાનું કામ કરીને જવાબદાર લોકો સામે જોરદારનો જાટકો આપ્યો છે.

મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના ખારવાથી હમાપર સુધીનો રોડ છેલ્લા બે વર્ષથી તુટી ગયેલ હોય અને આ રોડ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો હોય રીપેર ન કરવાના લીધે રાજકોટથી હમાપર ગામે લૌકિક ક્રીયા વાહનમાં આવતા ચાર આહીર યુવાનોનું વાહન બે  – બે ફુટ ખાડામાં ખાબકવાના લીધે ગંભીર અકસ્માત થયો વાહન પલ્ટી મારી જતા ગંભીર હાલતમાં આ ચાર યુવાનોને રાજકોટ હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા બાદ જર્જરીત અકસ્માતનો પ્રશ્ન હમાપર ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

Dhrol Road 1

ધ્રોલના હમાપર ગામે છેલ્લા બે વર્ષથી જર્જરીત રોડ મામલે ગ્રામજનોએ અનેક વખત માર્ગ અને મકાન વિભાગના ઈજનરો, જીલ્લા પંચાયતના સદસ્યથી માંડીને છેલ્લે છેલ્લે નવા મંત્રી મંડળના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ વોટસેપ માધ્યમથી રોડ રીપેરીંગ માટે જાહેરાત કર્યા બાદ હમા52ના ગ્રામજનોએ ઓનલાઈન રજુઆત, ગાંધીનગર ભાજપના આગેવાનો મારફત રજુઆત કરવાં છતા આ રોડ રીપેરીંગ અવારનવાર રજુઆત કરી પણ આ તંત્ર ને પેટમા પાણી નથી હલતુ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અને હવે ભાજપના આગેવાનો કે તંત્રની રાહ જોયા વગર ” અપના હાથ જંગન્નનાથ” સાથે જાતે આ રોડ ગ્રામજનો રીપેર કરવાની યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને ભાજપના “વિકાસ”ના ખાડા બુરવા માટે હમાપરના ગ્રામજનોને કામ હાથ ધરતા શરમજન કીસ્સો સામે આવી રહયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.