Abtak Media Google News

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં કેચમેન્ટ વિસ્તારમાં વરસાદે વિરામ લેતા પાણીની આવકમાં ઘટાડો નોંધાયો હતો.  જોકે ઇન્દિરા સાગર અને ૐકારેશ્વર ડેમના પાવર સ્ટેશન ધમધમતા થતા આ પાવર હાઉસમાંથી પાણી ડીસ્ચાર્જ પાણી ની અવાક વધી હાલ ઉપરવાસમાંથી  45036  ક્યુસેક પાણીની આવક થઇ  રહી છે.

જયારે રિવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ બંને ના ટર્બાઇનો ચાલુ રહતા 49560 ક્યુસેક પાણી ની આવક થઇ રહી છે, આમ આવક સામે જાવક સરખી રહેતા જળસપાટી  સ્થિર અને વધ ઘટ રહે છે.

નર્મદા ડેમ ની જળ સપાટી ગઈકાલે 132.24 મીટર નોંધાઇ હતી જે વધીને  132.48 મીટર થઇ એટલે છેલ્લા ચોવીસ કલાકમાં 24 સેમીનો વધારો નોંધાયો, દર કલાકે એક સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાંથી ક્યારેક અવાક વધે છે જયારે ક્યારેક જાવક વધે છે એટલે નર્મદા ડેમની જળ સપાટી સ્થિર અને વધઘટ ચાલી રહી છે.

ડેમમાં આવક સામે જાવક સરખી રહેતા સપાટી હાલ સ્થિર વધઘટ ચાલી રહી છે. નર્મદા ડેમમાં 3829.80  ખઈખ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે નર્મદા બંધ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટર તરફ આગળ વધી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.