નર્મદાનું પાણી હવે બનાસકાંઠાની ’પ્યાસ’ બુઝાશે !!!

બનાસકાંઠા પાટણના 135 ગામોમાં લિફ્ટ ઇરીગેશન દ્વારા પીવાનું પાણી પહોંચાડાશે 1566 કરોડના ખર્ચે ગામડાઓમાં સિંચાઇનું પાણી પણ પહોંચાડવામાં આવશે

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હર હંમેશ ગુજરાતને પાણીની અછત ન સર્જાય તેના માટેના પ્રયત્ન હાથ ધરતા હોય છે ત્યારે અત્યાર સુધી બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં નર્મદાનું પાણી પહોંચાડયું હતું અને પાણીને લઇને ઘણી અછત પણ સર્જાતી હતી આ તકે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાટણ બનાસકાંઠા ને જોડતા 135 ગામડાઓમાં પીવાનું પાણી અને સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવશે. આ વિકાસ કાર્યો માટે મુખ્યમંત્રીએ 1566 કરોડ રૂપિયા ફાળવ્યા છે જેમાં 78 કિલોમીટરની પાઈપલાઈન સુજલામ સુફલામ યોજના હેઠળ કસારા અને દાંતીવાડા વચ્ચે નાખવામાં આવશે જ્યારે 191 કરોડના ખર્ચે 33 કિલોમીટરની લાઈન ડીંડરોલ અને મુક્તેશ્વર વચ્ચે નખાશે. પાઇપ લાઇનનું કાર્ય પૂર્ણ થતાની સાથે જ બનાસકાંઠા અને પાટણ જિલ્લાને પાણીની સહેજ પણ તકલીફ કે અછત સર્જાય છે નહીં અને તેઓને નર્મદાનું પાણી પુરતા પ્રમાણમાં મળતું રહેશે.

સુજલામ સુફલામ યોજના વર્ષ 2004માં અમલી બનાવવામાં આવી હતી જેનો મુખ્ય હેતુ એ હતો કે આ નર્મદાનું પાણી છેવાડાના વિસ્તારો સુધી પહોંચે કારણ કે ગુજરાતમાં પાણીની તળાજા ખૂબ મોટા પ્રમાણમાં સર્જાતી હતી જે ન થાય ત્યારે હવે સરકાર દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે તે અત્યંત મહત્વપૂર્ણ અને કારગત નિવડશે. રાજ્ય સરકાર દ્વારા જે પગલુ લેવામાં આવ્યું છે તેનાથી હવે બનાસકાંઠા જિલ્લાને પીવાનું પાણી અને સિંચાઈનું પાણી મળતું રહેશે.