જગન્નાથ મંદિરથી જલયાત્રા નીકળી, 108 દીકરી માથે કળશ લઇ યાત્રામાં જોડાઇ

શહેરના જગન્નાથ મંદિર, કૈલાશધામ આશ્રમ, નાનામવા નીજ મંદિરથી રવિવારે 4:30 કલાકે ભગવાન જગન્નાથજીની જલયાત્રા નીકળી હતી. જેમાં 108 જેટલી દીકરી માથે કળશ લઇને આ જલયાત્રામાં જોડાઇ હતી.

જગન્નાથ મંદિરના સંતોએ કહ્યું હતું કે શહેરના મોકાજી સર્કલ પાસેના મંદિરના કુવામાંથી જળ લઇને આ યાત્રા રવાના થઇ હતી અને આ જળથી ભગવાન જગન્નાથને અભિષેક કરવામાં આવશે. ઉપરાંત રથયાત્રાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.