- કડીમાં ધોધમાર વરસાદ વરસતા અંડરપાસમાં પાણી ભરાયા
- અનેક વાહનો ફસાતા 6થી 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
- કાર ચાલક હર્ષદકુમાર પંચાલનું મો*ત નિપજ્યું
- પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ, ફાયર ટીમો, સ્થાનિકો ઘટના સ્થળ પહોંચ્યા
ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે આફત સર્જી છે. અનેક વિસ્તારોમાં વરસાદના એક એક ઝાપટામાં જ પાણી ભરાઇ ગયા છે. જો કે આ આફત મો*ત રુપે પણ આવી છે. મહેસાણા જિલ્લાના કડી-થોળ રોડ પર આવેલા અંડરપાસમાં ગણતરીના 2 ઈંચ વરસાદ બાદ પાણી ભરાતા ગંભીર ઘટના સર્જાઈ હતી. અંડરપાસમાં પાણી ભરાઈ જતાં 6 થી 7 વાહનો ફસાઈ ગયા હતા અને એક વ્યક્તિનું ડૂબી જવાથી મો*ત નીપજ્યું હતું.
અનુસાર માહિતી દરમિયાન, કડીમાં ધોધમાર વરસાદ વરસતા કડી-થોળ રોડ પર આવેલ અંડરપાસમાં પાણી ભરાયા હતા, જેના કારણે અનેક વાહનો ફસાયા હતા. આ ઉપરાંત વાહનો ફસાતા 6થી 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્કોર્પિયો ગાડીના ચાલક હર્ષદકુમાર પંચાલનું મો*ત નિપજ્યું હતું. ગાડીઓનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી હતી. જયારે આઈશર અને ડમ્પર હજુ પણ પાણીમાં ફસાયેલા છે. સમગ્ર બનાવને પગલે પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ, ફાયર ટીમો, સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
6-7 લોકોને સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા
મહેસાણામાં વરસાદે ગઈકાલ સાંજથી જમાવટ કરી હતી જેના કારણે અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે, ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાયા હતા અને પાણી ભરાતા 4 વાહનો અંડરપાસમાં ફસાયા હતા. ત્યારે આ દરમિયાન ફાયર વિભાગે અને સ્થાનિકોએ મહેનત કરીને ફસાયેલી 2 ગાડીઓને બહાર કાઢી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પ્રાંત સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મદદમાં જોડાયા હતા.
ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ
ઊંઝા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાંજના સમયે અચાનક વાતવરણમાં પલટો આવતા વાદળછાયું વાતવરણ સર્જાયું હતું. જે કમોસમી વરસાદ શરૂ થયો હતો. આ ઉપરાંત ગાંધી ચોક, વિસનગર ચોકડી જેવા અનેક વિસ્તારોમાં દિવસભરના ઉકળાટ બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેને લઈ અચાનક કમોસમી વરસાદ શરૂ થયો હતો. આ દરમિયાન રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. કડીમાં પણ રાતે વરસાદ વરસ્યો હતો. પાટણના સાંતલપુર પંથકમાં રવિવારે રાત્રે વરસાદ વરસ્યો હતો.