Abtak Media Google News

નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 14.7 અબજ ડોલર ઠલવાયા

તાજેતરમાં મુંબઇ ખાતે યોજાઇ ગયેલી વર્લ્ડ એકાઉન્ટન્ટ કોંગ્રેસની બેઠકમાં ગૌતમ અદાણીએ ‘આગામી દાયકામાં ભારત વિશ્ર્વનું સૌથી મોટું બીજા નંબરનું અર્થતંત્ર બનશે’ તેમ જણાવ્યું હતું. આ વાતને વધુ એક અહેવાલ દ્વારા સમર્થન મળતું હોય તેમ દેશના વિદેશી મુદ્રા ભંડારમાં સૌથી વધુ વધારો થયો છે.

દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 14.7 અબજ ડોલરનો નવેમ્બરના ગત સપ્તાહમાં વધારો થયો છે. એચ.ડી.એફ.સી.ના મુખ્ય અર્થશાસ્ત્રી અભિક બોહરા કહે છે કે નવેમ્બરના ગત સપ્તાહમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ડોલરની ખરીદીનું પ્રમાણ વધારી દીધું હતું. જે ખરીદી સતત ચાલુ રહેતા દેશના વિદેશી મુદ્રા ભંડારમાં થયેલો વધારો એક સારા સંકેત આપે છે. ઓક્ટોબર મહિનાની મધ્યમાં વિદેશી મુદ્રા ભંડારમાં સૌથી વધુ નીચેના સ્તરે પહોંચી ગયો હતો. છેલ્લાં બે વર્ષમાં આ સૌથી વધુ ઘટાડો હતો. જો કે હવે આ ઘટાડો રિક્વર થયો છે. તેનું કારણ ડોલરની કિંમતમાં થયેલા ચઢાવ-ઉતાર છે. આજે આ ચઢાવ-ઉતારથી દેશના વિદેશી મુદ્રા ભંડારમાં આજ સુધી વધારો થઇ રહ્યો છે. છેલ્લાં બે વર્ષમાં ડોલર સૌથી વધુ નબળો પડ્યો છે. લગભગ 4 ટકા જેટલા ઘટાડાથી અમેરિકાનો ફેડરલ રિઝર્વ વૃધ્ધિ દર ગંભીર અસર થઇ છે. એવી પણ સ્થિતિ સામે આવી રહી છે કે આગામી સમયમાં અમેરિકા ફેડરલ રિઝર્વ દરના ઘટાડા સામે કોઇ પગલાં લઇ ડોલરને મજબૂત બનાવવા ચોક્કસ પ્રયાસ કરશે. જો કે છેલ્લાં એક અઠવાડિયામાં ડોલર સામે રૂપિયો બે ટકા જેટલો મજબૂત થયો હોવાનું પણ આ અહેવાલ જણાવે છે.

  • શિશમના લાકડાની નિકાસ કરવાના નિયમો હળવા થયા
  • છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલી અનુભવતા હસ્તકલાના કારીગરોને રાહત થઇ

સૌથી વધુ કિંમતી એવા શિશમના લાકડાની નિકાસ કરવાના નિયમોમાં છૂટ મળતા હવે હેન્ડી ક્રાફટના નિકાસકારોને લાભ થશે. લાકડામાંથી બનતા ફર્નિચર્સ અને હેન્ડીક્રાફટમાં તેના વજનના આધારે નિકાસ કરવાના નિયમોમાં રાહત આપવામાં આવી છે. હસ્તકલા અને લાકડાના ફર્નીચરના આંતરરાષ્ટ્રીય વેપાર માટે દરેક વસ્તુની અલગ અલગ શ્રેણી વજન પ્રમાણે બનાવાઇ છે. જો કે સામાન્ય લાકડા અને શિશમના લાકડા વચ્ચેની પરખ કેમ કરવી તે પ્રશ્ર્ન અનેક દેશોને પડકારજનક બન્યો છે.

આથી બન્ને વચ્ચેનો ભેદ પરખવા આધુનિક ટેકનોલોજી વિકસાવવા કસ્ટમ પોઇન્ટ માટે જરુરી બનશે. દરમિયાન હસ્તકલા અને ફર્નિચર સાથે જોડાયેલા પ0 હજાર જેટલા કારીગરોની હાલત નિકાસ ઓછી થતી કથળી ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.