Abtak Media Google News

ખાટલે મોટી ખોટ!!!

સુરક્ષાને લગતા તમામ સર્ટીફીકેટોને નિયત સમયમાં આપવા સિકયોરીટી ઓડિટ વીંગની તાકિદ 

વિશ્વ આખું હાલ ડિજિટલ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ડિજિટલમાં સુરક્ષાના છીંદા હોવાનાં કારણે સાયબર હુમલાની દહેશત પણ ખુબ મોટા પ્રમાણમાં જોવા મળી છે. ઘણી ખરી વેબસાઈટ સુરક્ષાનાં અભાવે હેક પણ થઈ જતી હોય છે અને મહતમ ડેટા જે મળવાપાત્ર હોય તેનો ગેરઉપયોગ પણ થતો જોવા મળે છે. આ તમામ સ્થિતિને ધ્યાને લઈ ભારતે ચાઈનાની ૫૯ એપ્લીકેશનોને પ્રતિબંધિત કરી છે. બીજી તરફ સૌથી મોટો ઘટસ્ફોટ ત્યારે થયો જયારે સરકારી ટેલીકોમ વિભાગની વેબસાઈટ સાયબર વાયરસનાં કારણે જોખમી માનવામાં આવી છે. નિયત સમયમાં જે સિકયોરીટી ઓડિટ થવા જોઈએ તે થઈ શકતા નથી. આ તકે ટેલીકોમ વિભાગની વેબસાઈટમાં જે સિકયોરીટી ઓડિટ સર્ટીફીકેશન હાથવેત કરવાનું હોય તેમાં પણ ઘણોખરો અભાવ જોવા મળ્યો છે. આ તકે સિકયોરીટી ઓડિટ વીંગનાં જણાવ્યા મુજબ સરકારે નિયત સમયમાં સર્ટીફીકેટ પૂર્ણ કરી આપવાના રહેશે.

સરકારી સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમનાં વેબપોર્ટલ ઉપર સિકયોરીટી ઓડિટ સર્ટીફીકેટ નહીં હોવાથી ઘણીખરી રીતે તકલીફનો સામનો આવનારા સમયમાં કરવાનો થાય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. હાલ જે રીતે સાયબર દિન-પ્રતિદિન સાયબર અટેક વધી રહ્યા છે ત્યારે ભારતનાં ટેલીકોમ વિભાગની વેબસાઈટને સુરક્ષિત રાખવા માટે ઓડિટ સર્ટીફીકેટ હોવું અત્યંત જરૂરી છે. બીજી તરફ ભારત અને ચાઈના વચ્ચે જે રાજદ્વારી અને વ્યાપારી સંબંધોને માઠી અસરનો સામનો કરવો પડયો છે તેની સાથે જ ભારત હવે ચાઈનાથી ખુબ જ સતર્ક રહી રહ્યું છે પછી તે ડિજિટલ ક્ષેત્ર હોય કે અન્ય કોઈ. સિકયોરીટી વીંગનાં જણાવ્યા મુજબ સરકારી વેબ પોર્ટલ અને સરકારી વેબસાઈટ હાલ સુરક્ષિત જોવા મળતી નથી જેના કારણે વિંગ દ્વારા માંગ કરવામાં આવી છે કે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન વેબસાઈટ અથવા તો વેબ પોર્ટલને સાયબર અટેકથી બચાવવા માટે ઓડિટ સિકયોરીટી સર્ટીફીકેટ વહેલાસર આપે.

ચાઈનીઝ કંપનીઓ મુખ્યત્વે સ્થાનિક લોકોનાં ડેટા એકત્રિત કરી તેનો ગેરઉપયોગ કરતા નજરે પડે છે ત્યારે ભારતીય સરકારે ચાઈનાની કુલ ૫૯ એપ્લીકેશનોને પ્રતિબંધિત કરી છે જેમાં ટીકટોક, વીચેટ અને હેલ્લોનો પણ સમાવેશ થયો છે. હાલ સોશિયલ મીડિયાનાં માધ્યમથી ચાઈના સાયબર અટેક કરવાની પેરવીમાં હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું પરંતુ સરકારની સમય સુચકતાનાં કારણે સાયબર અટેકથી ભારત હાલનાં તબકકે બચી ગયું છે પરંતુ બીજી તરફ સરકારી ટેલીકોમ વિભાગની જ વેબસાઈટ સાયબર વાયરસનાં કારણે જોખમી સાબિત થઈ છે. જો આવનારા સમયમાં યોગ્ય તકેદારી રાખવામાં નહીં આવે તો સરકારી ટેલિકોમ કંપનીની વેબસાઈટે પણ સાયબર હુમલાનો ભોગ બનવું પડશે.

ભારત ડિજિટલ ક્ષેત્રે જે રીતે આગળ વધી રહ્યું છે અને તમામ સેવાઓને ડિજિટલ કરવાનો જે નિર્ણય લીધો છે ત્યારે ડિજિટલ સેવાઓને સુરક્ષિત કરવા માટે ભારતે ખૂબ ખંતથી વિચાર કરવો અનિવાર્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.