Abtak Media Google News

એચસીક્યુ દવાના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાના ડબલ્યુએચઓના નિર્ણય સામે ભારતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના વાયરસની સારવાર માટે ચાલી રહેલ કેબીનીક પરિક્ષણમાં હાઈડ્રોક્સિક્લોરોક્વિન (એચસીક્યુ) દવાના ટ્રાયલ્સ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ દવા માનવ શરીર માટે નુકશાન કારક હોય સુરક્ષાને ટાંકીને ગયા અઠવાડિયે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. જાણીતા મેગેઝિન ધ લફ સેટે એક અહેવાલમાં જણાવ્યું હતું કે ક્લોરોક્વિન અને એચસીક્યુથી ફાયદા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી જે બાદ ઠઇંઘ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. ઠઇંઘનાં ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનામે આ મુદ્દે જણાવ્યું હતું કે પ્રથમ ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ એચસીક્યુના સલામતી ડેટાની સમીક્ષા કરશે.  સામાન્ય રીતે કે એચસીક્યુનો ઉપયોગ મેલેરિયાની સારવાર માટે થાય છે. આ ડ્રગ બનાવતી મોટાભાગની કંપનીઓ ભારતમાં છે ગત મહિને એમરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિનંતિ પરથી ભારતે તેના પર નિકાસ પ્રતિબંધ હટાવી લીધો હતો.

ભારતના આરોગ્ય મંત્રાલયે ઠઇંઘેન પત્ર લખી ફરિયાદ કરી હતી કે તેમણે એચકસીકયુ દવા પર પ્રતિબંધનો નિર્ણય લેતા પહેલા ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) સાથે વાત કરવાની પણ તસ્દી લીધી નથી.  સૂત્રોના જણાવ્યા મુજબ, ઇમેઇલમાં જણાવાયું છે કે, “આઈસીએમઆરનો પણ સંપર્ક કરવામાં આવ્યો નથી, જે ભારતમાં હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન પરના કબીનીકલ રાયલ કરી રહ્યું છે. આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડો. બલારામ ભાર્ગવાએ સ્પષ્ટ કહ્યું છે કે ભારતમાં કોવિડ -૧૯ ને રોકવાના હેતુ માટે હાઇડ્રોક્સાયક્લોરોક્વિનનો ઉપયોગ કરવામાં કોઈ મોટી આડઅસરો હોવાના પુરાવા કોઈ પરીક્ષણમાં મળ્યા નથી, ઉલ્ટાનો ફાયદા થાય છે.

મેડીકલ મેગેઝીન  લેન્સેટે દાવો કર્યો હતો કે કલોરોક્વિન અને એચસીક્યુના ઉપયોગથી કેરોલિડ સાથે અથવા તેની સાથે કોવિડ -૧૯ દર્દીઓની મૃત્યુદરમાં વધારો થયો છે.  જર્નાલે જણાવ્યું હતું કે તાજેતરના સંશોધન લગભગ ૧૫ હજાર કોવિડ-૧૯ દર્દીઓ પર કરવામાં આવ્યા છે. મેગેઝીનમાં જણાવ્યુ કે તેમને ઘણા દેશોમાં કરવામાં આવેલા અધ્યાન બાદ આ આડઅસરની જાહેર કરી હતી.

જોકે, લેન્સેટના અધ્યયનની પણ ટીકા થઈ.  ઘણા સંશોધકોએ દાવો કર્યો હતો કે લ કન્સેટે હકીકતમાં અભ્યાસ કરેલા લોકો પહેલેથી જ ગંભીર હાલતમાં પહોંચી ગયા હતા અને જે બાદ એચસીક્યુને કારણે તેનું મૃત્યુ થયું હતું, જેની એચસીકયુના કારણે મૃત્યુનું સાબિત થઈ શકતું નથી  ઉપરાંત, ઠઇંઘ દ્વારા કલીનીકળા ટ્રાયલ બંધ કરવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.  સંશોધનકારોએ જણાવ્યું હતું કે, કલીનીકલ ટ્રાપલને કારણે એચસીક્યુ પ્રયોગો વિના સંપૂર્ણ રીતે સમજી શકશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.