Abtak Media Google News

અફઘાનિસ્તાનમાં વકરેલા આંતકવાદીઓનો પ્રભાવ કોઈપણ સંજોગોમાં કાબૂમાં આવવું જોઈએ તેવો વૈશ્વિક મત

અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને નાટો ના સૈનિકોની ઘરવાપસી થી રેઢા પટ જેવી સ્થિતિમાં તાલિબાનોએ એકાએક માથું ઊંચકી લીધું છે અને 85 ટકાથી વધુ વિસ્તારોમાં કબજો કરી લીધો છે સાથે સાથે સરીય ત ના કાયદા  લાગુ પાડીને તાલિબાન પ્રભાવી વિસ્તારોને બાનમાં લીધું હોય તેવા માહોલ વચ્ચે ગઈકાલે હિંસાથી ભય ઉભો કરવા માટે તાલિબાનોએ સામૂહિક હત્યાકાંડ માં બાવીસ ને મોતને ઘાટ ઉતારવાના બનાવતે તાલિબાનોએ પોતાના મનસૂબા છતા કરી દીધા છે, અફઘાન સરકાર તાલિબાનોના ઉપદ્રવને સંપૂર્ણપણે કાબુમાં લઇ શકે તેવી સ્થિતિ નથી અને સમગ્ર દેશ તાલિબાનોના કબજામાં ફસાઈ જાય તેવી પરિસ્થિતિ વચ્ચે અફઘાનિસ્તાન ની આ હાલત અંગે વિશ્વ આખાને ચિંતા થવા લાગી છે

અફઘાનીસ્તાન માં તાલીબાન રાજ થી આંતકવાદીઓ અને ડ્રગ માફિયાઓને છૂટો દોર મળી જશે આ અંગે એસ.સી.ઓ સંગઠન ના વિદેશમંત્રીઓની  બેઠકમાં અફઘાની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી

ભારત વૈશ્વિક આતંકવાદ નો શરૂઆતથી વિરોધ કરી રહ્યું છે ત્યારે અફઘાનિસ્તાનમાં હવે વૈશ્વિક આંતકવાદી સંગઠનો નો ઊભા થયેલા દબ દબા સામે વિશ્વ સમાજ શું પગલા લેશે? તેની ચર્ચા શરૂ થઈ છે એસ સી ઓ ની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પડોશી દેશની ઊથલપાથલ અને તાલિબાનો અંગે ચિંતા વ્યકત કરીને અફઘાનિસ્તાનના લોકતંત્ર અને પ્રજાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ભારત માટે અફઘાની ઉથલપાથલ સવિશેષ ચિંતાનો વિષય બને છે કારણ કે અફઘાનિસ્તાનની આ બેકાબૂ પરિસ્થિતિ માં તાલિબાનો સાથે પાક આંતકવાદીઓ અને લશ્કરે તોઈબા અને જૈશ એ મોહમ્મદ જેવા ભારત વિરોધી સંગઠનો નિ સક્રિયતા લઈને ચિંતા ઊભી થઈ છે અને સરહદની સુરક્ષા વધુ સઘન બનાવવા ની ફરજ પડી છે

અફઘાનિસ્તાન ની આ હાલત ને લઈને ભારતની ચીન પણ ચિંતિત બન્યું છે બેજીગ સત્તાવાળા એ બુધવારે તાલિબાનો સાથે સંવાદ કરીને અફઘાનિસ્તાનની બીપી ખાસ કરીને અલકાયદાઅંગેની નીતિ સ્પષ્ટ કરવા જણાવી દીધું છે વિદેશ મંત્રી જયશંકર સાથે પાકિસ્તાન ચીન રશિયા અને સંગઠનના અન્ય દેશોના પ્રતિનિધિઓએ અફઘાની પરિસ્થિતિ પર વિચારવિમર્શ કર્યો હતો.

અફઘાનિસ્તાનમાં તાલિબાનો નું શાસન ચીન માટે પણ ચિંતાનો વિષય બન્યો છે એમ કે ચીનના ઝિંજિયાંગ વિસ્તારમાં ઊયઘરમુસ્લિમ આતંકવાદી સંગઠનોને અફઘાનિસ્તાનમાંથી મદદ મળી રહી છે હવે જ્યારે અફઘાન પર તાલિબાનોનું શાસન ચલાવી રહી છે ત્યારે ભારત પાકિસ્તાનની સાથે સાથે ચીનના સમગ્ર વિશ્વના દેશોની ચિંતા ઊભી થઈ છે અફઘાનિસ્તાનની આ ઉથલપાથલ માત્ર એશિયામાં જ નહીં સમગ્ર વિશ્વના દેશો માટે આંતકવાદ અને ડ્રગ માફિયાઓ ના ઉપદ્રવ ને લઈને ચિંતા ઉપજાવનાર બની રહ્યું છે

અફઘાનિસ્તાન ને સાચવી ને સુરક્ષિત રાખવા માટે ભારત આ માટે જ ઘણા લાંબા સમયથી પ્રયત્નશીલ હતું પરંતુ અમેરિકાએપોતાનો સ્વાર્થ પૂરો થઈ ગયા પછી અફઘાનિસ્તાનને તાલિબાનોના હવાલે કરીને ઉચાળા ભરી લીધા તેની કિંમત અફઘાનિસ્તાન ની સાથે સાથે સમગ્ર દુનિયાને ચૂકવવી પડશે તેવિ દહેશત હવે સાચી પડી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.