વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી પર્યાવરણની જાળવણીનું બીડું ઉઠાવતી મહિલાએ અનેકને પ્રેરણા આપી

આજના સમયમાં પ્રદૂષણની સમસ્યા ખૂબ જ વધી રહી છે.જ્યાં ત્યાં લોકો દ્વારા પ્રદૂષણમાં ખુબ જ વધારો થયો રહ્યો છે .અત્યારે નદીઓ અને તળાવો પણ ખૂબ જ પ્રદૂષિત થઈ રહ્યા છે. પર્યાવરણની પરિસ્થિતિને સુધારવા માટે ઘણા લોકો પ્રયત્ન કરી રહ્યા છે.કોઈક વૃક્ષો ઉગાડે છે તો કોઈક નદી અને સમુદ્રના કિનારાને સાફ કરે છે.

મહારાષ્ટ્રની રહેવાસી પૂજા બદામીકર પણ પ્રદૂષણ નિવારણ માટે છેલ્લા ૨ વર્ષથી લોકોને જાગરૂક કરી રહી છે.તે છેલ્લા ૨ વર્ષથી ખરાબ ટાયરમાંથી ચપ્પલ બનાવવાનું કામ કરે છે.

વિશ્વભરમાં દર વર્ષે ૧ બિલિયન ટાયર કચરામાં ફેંકી દેવામાં આવે છે જેના દ્વારા પ્રદૂષણના સ્તરમાં ખૂબ જ વધારો થાય છે.આ બધી જ રિસર્ચ કર્યાં બાદ પૂજાને ખરાબ ટાયરમાંથી ચપ્પલ બનાવવાનો વિચાર આવ્યો.આ કાર્ય માટે તેને લોકલ મોચીઓની મદદ લીધી અને ફૂટવેર બનાવવાનું શરૂ કર્યું.

તેના ફૂટવેર બ્રાન્ડ નામ ‘નિમિટલ’ છે. આ કામ સાથે તે લોકોને લોકોને ફુટવેર પૂરા પાડે છે અને શહેરમાં વધી રહેલા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે પણ કામ કરી રહી છે. પૂજાની આ પ્રવૃત્તિ માટે તેને આ વર્ષે ‘અપકમિંગ વુમન ઇન્ટરપ્રેન્યોર એવોર્ડ’ પણ આપવામાં આવ્યો છે.