કોંગ્રેસના મહિલા પ્રતિનિધિઓ સતત લોકસંપર્ક કરી ભાજપના જુઠાણા ખુલ્લા પાડે

સૌરાષ્ટ્ર-કચ્છના કોંગ્રેસના મહિલા પ્રતિનિધિઓની તાલીમ શિબિર સંપન્ન

કોંગ્રેસના મહિલા પ્રતિનિધિઓ નગરપાલિકા, જિલ્લા- તાલુકા પંચાયતોની ચૂંટણીના કામે લાગી જાય

ચૂંટણીઓમાં પ્રચાર પ્રસાર અંગે ગાયત્રીબા વાઘેેલાએ મહિલાઓને માર્ગદર્શન આપ્યું

મહિલા પ્રતિનિધિઓ સતત લોકસંપર્ક કરી ભાજપના જુઠાણાને ખુલ્લા પાડે અને ચુઁટણીની તૈયારીમાં લાગી જાય તેવી સૌરાષ્ટ્ર કચ્છના કોંગ્રેસના મહિલા પ્રતિનિધિઓની તાલીમ બેઠકમાં સંબોધન કરતા કોંગ્રેસૃ અગ્રણીઓએ જણાવ્યું હતું.

મહિલા ટ્રેનીંગ કેમ્પ માટે પ્રદેશ સમીતી તરફથી નિયુકત કરાયેલા ઋત્વિકભાઇ અને રણજીતભાઇ જોશી દ્વારા પંચાયતી રાજમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ, પંચાયતી રાજની શરુઆત, પંચાયતી રાજમાં મહાત્મા ગાંધીનું સ્વરાજનું સ્વપ્ન અને કોંગ્રેસ પક્ષના પંચાયતી રાજને મજબુત બનાવવા માટેના પ્રયત્નો અને મહિલાઓની ભાગીદારી વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમીતી દ્વારા આગામી દિવસોમાં આવી રહેલી રાજયની નગરપાલિકા, મહાનગર પાલીકા, તાલુકા પંચયતો, જીલ્લા પંચાયતોની ચુંટણીઓ માટે પૂર્વે તૈયારીના ભાગરુપે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, મહિલા કોંગ્રેસના ગુજરાતના ઇન્ચાર્જ શોભનાબેન શાહની આગેવાનીમાં ગુજરાતના ચાર મુખ્ય ઝોનમાં મહિલા કોંગ્રેસની હોદેદાર બહેનો અને ચુંટણી લડવા ઇચ્છુક બહેનોની મીટીંગો અને તેમને ટ્રેનીંગ લડવા ઇચ્છુક બહેનોની મીટીંગો અને તેમને ટ્રેનીંગ માટેના પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સુરત, બરોડા, અમદાવાદ, મહેસાણા બાદ આજે સૌરાષ્ટ્ર કચ્છ ઝોનની મીટીંગ અને ટ્રેનીંગ પ્રોગ્રામનો કાર્યક્રમ રાજકોટ નાગર બોડીંગ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો.

જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા તાલુકા મથકોમાંથી ત્રણસોથી સાડા ત્રણસો મહિલા પ્રતિનિધિઓ ઉ5સ્થિતિ રહ્યા હતા.

કાર્યક્રમની શરુઆતમાં રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળાએ આવેલ મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરી ઉ5સ્થિત સૌ મહિલા પ્રતિનિધિઓને આવકાર્યા હતા. પ્રદેશ કોંગ્રેસ આગેવાન  ડો. હેમાંગ વસાવડાએ મહેમાનો વતી પોતાના પ્રતિભાવો આપતા આ ચુંટણીઓમાં મહિલાઓની સીધી જ ભાગીદારી છે. તો દરેક મહિલા પ્રતિનિધિઓ સતત લોક સંપકો કરી ભાજપના જુઠાણાને ખુલ્લા પાડે અને ચુંટણીઓની તૈયારીમાં લાગી જાવ

મહિલાઓના તાલીમ કાર્યક્રમમાં ઉ5સ્થિત ટ્રેનરો દ્વારા દેશની આઝાદી પહેલા આઝાદીની ચળવળમાં કોંગ્રેસ પક્ષનું બહુ મોટું અને અમુલ્ય યોગદાન છે. અને પૂ. મહાત્મા ગાંધીએ આઝાદ ભારતમાં સ્વરાજ અને સ્વદેશીનો સંદેશો જન જન સુધી પહોંચે અને છેવાડાના માનવી પણ સત્તામાં ભાગીદાર બને એ ઉદેશ સેવ્યો હતો.

21મી સદીમાં સ્વ. રાજીવ ગાંધીએ પ્રથમ વખત પંચાયતી રાજમાં 33 ટકા મહિલા અનામતની જોગવાઇ કરી નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતોમાં મહિલાઓને સીધી ભાગીદારી આપી ત્યારબાદની યુ.પી. એ સરકારે માહીતી અધિકાર આરટીઆઇના કાયદા થકી પંચાયતી રાજને વધુ મજબુત બનાવી ભ્રષ્ટાચાર મુકત શાસનનો પાયો નાખ્યો છે.

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબાએ ચુંટણીઓમાં મહિલા પ્રતિનિધિઓએ કેવી રીતે પ્રચાર પ્રસાર કરવો અને ચુંટાયા બાદ સ્થાનીક સ્વરાજની સંસ્થામાં કેવી રીતે પોતાની ફરજ અદા કરવી કેવી રીતે સતત લોક સંપર્કમાં રહેવું તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમના અંતમાં રાજકોટ મહાપાલિકાના સીનીયર નગર સેવક મનસુખભાઇ કાલરીયાએ અધરામાં અધરા વોર્ડમાંથી પણ કેવી રીતે જીતી શકાય અને કોર્પોરેટર તરીકેની પોતાની પાંચ વર્ષની કામગીરીના અનુભવો વર્ણવી માર્ગદર્શન આપ્યું હતું.

કોંગ્રેસ સ્થાનિક મુદ્દા પર ચુંટણી લડશે: અશોક ડાંગર

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીના નગારા વાગી ચુકયા છે. ત્રણ મહિલા ચુંટણી મોડી થઇ છે. તે પહેલાથી જ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. સેકટર સંયોજકોની નિમણુંક વોર્ડના હોદેદારો યુવક-મહીલા કોંગ્રે.સ એસ.એસ.સી. સેલ દરેકમાં  કોંગ્રેસ દ્વારા હોદેદારોની નિમણુંક થઇ ગઇ છે. બુથ કમીટીની યાદી તૈગાર થઇ ચૂકી છે. કોંગ્રેસ પક્ષ સ્થાનીક મુદા પર ચુંટણી લડવા માંગે છે.

યત ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 38 અને કોંગ્રેસને 34 બેઠક હતી. ચાર બેઠકમના ફેરથી ભાજપે સત્તા સભાળી હતી. આ પાંચ વર્ષ દરમિયાન ભારતીય જનતા પક્ષે જે જાહેરાતો, યોજનાઓ, પાંચ વર્ષના બજેટમાં જોગવાઇ કરી તેમાંથી પાંચ થી છ ટકા જ યોજનાઓ પુરી થઇ, બાકીની યોજના પૂર્ણ નથી થઇ આગામી પાંચ વર્ષમાં કોંગ્રેસ સત્તા પર આવે તો કોંગ્રેસને પાંચ વર્ષીય કાર્યક્રમ જે તે વસ્તુ કહીશું તે અમે કરીને બતાવીશું જ ટિકીટ વાત કરું તો જેણે પાર્ટીમાં નિષ્ઠાથી કામ કર્યુ છે. જે પાર્ટી સાથે કાયમી રહ્યા છે. તેમને પાર્ટી ટિકીટ આપશે.

ભાજપે સ્ત્રી સશકિતકરણની વાતો જ કરી કંઇ કર્યુ નથી: ગાયત્રીબા વાઘેલા

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા  વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપે બેટી બચાવો બેટી પઢાવો સ્ત્રી સશકિત કરણની વાતો કરી પણ કઇ કર્યુ નથી.

આગામી સ્થાનીક સ્વરાજની ચુંટણી તાલુકા, જીલ્લા નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચુંટણી આગામી સમયમાં યોજાનાર છે. તે અંતર્ગત ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા ગુજરાતના દરેક ઝોન ઉત મઘ્ય, દક્ષિણ તથા સૌરાષ્ટ્ર ઝોનની મીટીંગ તથા ટ્રેનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલા કોંગ્રેસના સંગઠનના બહેનો આગામી ચુંટણી લડવા ઇચ્છુક બહેનો, ગત ચુંટણીમાં જીતેલા અને હારેલા તમામ બહેનોની માટે મીટીંગ યોજવામાં આવી છે. સંગઠનના બહેનોને તાલુકા, જીલ્લા અને મહાનગરપાલિકા અને વિધાનસભા પ્રમાણે પ્રભારી તરીકે નિયુકત કર્યા છે. તે બહેનોને કામની વહેંચણી બાબતે મીટીંગ યોજવામાં આવી છે. આ બેઠકમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની મહીલા કોંગ્રેસની મીટીંગ અને ટ્રેનીંગ કેમ્પ યોજવામાં આવ્યો છે. પંચાયતી રાજમાં 33 ટકા મહિલા અનામત છે. તે કોંગ્રેસ પાર્ટીની દેન છે. ભારતીય જનતા પાર્ટી બેટી બચાવો બેટી પઢાવો સ્ત્ર સશકિતકરણની વાત કરે છે.પરંતુ સ્ત્રી કયાંય સશકત થઇ નથી. કૃપોષણમાં ઓલ ઇન્ડિયામાં ગુજરાત પ્રથમ સ્થાને છે.