• હાલો માનવીયુ મેળે
  • સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મેળાની તૈયારી માટે બેઠક યોજાઈ: જરૂરી સુચનો અપાયા

ઝાલાવાડના પાંચાળ પ્રદેશ તરણેતરનો ભાતીગળ લોકમેળો માત્ર ગુજરાત કે ભારત નહી વિશ્ર્વભરમાં ખૂબજ વિખ્યાત છે વિશ્ર્વના અનેક દેશોના સહેલાણીઓ મેળો માણવા ઉમટી પડે છે આગામી 6 થી  9 સપ્ટેમ્બર દરમિયાન  ચાર દિવસ સુધી તરણેતરનો લોકમેળો યોજાશે

સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ગામે વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ મેળાનું આગામી તા.6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા અને વઢવાણ તાલુકામાં પણ જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આ તમામ મેળાઓના આયોજન સંદર્ભે જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક હતી.

જીલ્લા ક્લેકટરે મેળા વિશે સબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી તેમજ મેળો માણવા આવનાર લોકોને કોઈપણ જાતની અગવડતા ન પડે અને તરણેતરનો મેળો લોકમેળો બની રહે તે દિશામાં અધિકારીઓને કાર્ય કરવાનું જણાવ્યું હતું. તેમજ તરણેતરના મેળામાં રસ્તા, પાર્કિંગ, બસ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, અને મેળાના મેદાનની સફાઈ, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલમપીક્સ, સાંસ્કૃતિક કાર્યક્રમ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ ઉપરાંત મેળા દરમ્યાન વિજપુરવઠો જળવાય રહે તે માટે પીજીવીસીએલના અધિકારીઓને પણ સુચનાઓ આપી હતી અને તરણેતર ખાતે આવેલ કુંડ અને તળાવ ફરતે તરવૈયાઓ તૈનાત કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા, તમામ પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.