Abtak Media Google News

હાલ સાર્વત્રિક વરસાદ આવે તેવી કોઈ જ સિસ્ટમ સક્રિય નથી છૂટો છવાયો વરસાદ પડશે: ચારથી પાંચ દિવસમાં ફરી ચોમાસું આગળ વધશે

નૈઋત્યના ચોમાસાની પ્રગતિ વધુ એક વાર અટકી ગઈ છે. અરબી સમુદ્ર પણ નિષ્ક્રીય થઈ ગયો છે. છેલ્લા ત્રણેક દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જોર ઘટી ગયું છે. સાર્વત્રિક વરસાદ આવે તેવી કોઈ જ સિસ્ટમ હાલ સક્રિય નથી જોકે જગતાતે ચિંતા કરવાની કોઈ જ પ્રકારની આવશ્યકતા નથી. વરસાદ ભલે ખેંચાયો હોય પરંતુ જુલાઈ માસમાં તમામ ખાદ્ય પુરાય જશે અને સંતોષકારક વરસાદ વરસી જશે આગામી મેથી ત્રણ દિવસ છૂટા છવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈ અઢીથી ત્રણ ઈંચ સુધી વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર હાલ ચોમાસાની ધરી પોરબંદરથી ભાવનગર સુધી વ્તિરીત છે. દક્ષિણ મહારાષ્ટ્રથી કેરળ સુશ્રધી ઓફ શોર રૂફ છવાયેલું છે. સામાન્ય રીતે ગુજરાતમાં જૂન માસમાં વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રમાં બનતી હોય છે અને જૂલાઈ માસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર, સાયકલોનીક સરકયુલેશન, ડિપ્રેશન જેવી સિસ્ટમ ઉભી થતી હોય છે. અને અરબી સમુદ્ર વધુ એકિટવ થતા સારો એવો વરસાદ પડે છે. હાલ અરબી સમુદ્ર નિષ્ક્રીય છે. અને સાર્વત્રિક વરસાદ આવે તેવી કોઈ જ સિસ્ટમ સક્રિય નથી જેના કારણે સાર્વત્રિક વરસાદની કોઈ જ સંભાવના નથી. છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાથી અઢી ઈંચી સુધી વરસાદ વરસતો રહેશે. જગતાતે બહુ ચિંતા કરવાની જરૂરિયાત નથી ચોમાસું ટનાટન જ રહેશે. જુલાઈ માસમાં મેઘ ખાદ્ય પુરી થઈ જશે.

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના 30 તાલુકાઓમાં વરસાદ પડયો હતો. સાબરકાંઠાના વિજયનગરમાં પોણા બેઈંચનો વરસાદ પડયો હતો. આ ઉપરાંત વિરમગામમાં એક ઈંચ, મોડાસામાં પોણો ઈંચ, પોસીના અને દેશરમાં અર્ધો ઈંચ વરસાદ પડયો હતો. રાજયમાં આજ સુધીમાં 4.10 ટકા વરસાદ પડી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.