જાપાનના આ નિર્ણયથી વધી ગઇ દુનિયાની ચિંતા, જાણીને તમે જ કહેશો ‘આવું ન કરશો’

0
178

જાપાન સરકારે સોમવારે માહિતી આપી મુજબ, જાપાનમાં સ્થાઈ ફુકુશીમા પરમાણુ પ્લાન્ટમાંથી દસ લાખ ટનથી વધુ પ્રદૂષિત પાણી દરિયામાં છોડવાની યોજના બનાવે છે. આ યોજનાની જાપાનના પાડોસી દેશો અને સ્થાનિક માછીમારો વિરોધ કરી રહ્યા છે. આ યોજનાને અમલમાં મુક્ત હજી ઘણા વર્ષો નીકળી જાશે અને તેને પૂર્ણ થવામાં ઘણા દાયકાઓનો સમય લાગશે.

જાપાનથી આ યોજના અંગે સમગ્ર વિશ્વમાં ચર્ચાઓ થઈ રહી છે. જાપાન સરકારે આ વિરોધ વચ્ચે કહ્યું છે કે, ” આ પાણીને સમુદ્રમાં છોડવું સલામત છે કારણ કે પાણી કેમિકેલ રહિત છે. તેમાં રહેલા બધા રેડીઓએક્ટિવ તત્વો શુદ્ધ કરી નાખ્યા છે.” આ યોજનાને International Atomic Energy Agency (IAEA)એ ટેકો આપ્યો છે. તેને કહ્યું છે કે, જેમ બીજે બધે ન્યુક્લિયર પ્લાન્ટ્સના નકામા પાણીનો નિકાસ થાય છે, આ પણ તેના જેવું જ છે.

દેશના વડા પ્રધાન યોશીહિદ સુગાએ પ્રધાનોની બેઠકમાં કહ્યું કે, “પાણીના નિકાલની આ પ્રક્રિયાને અવગણી શકાય નહીં, પરમાણુ પ્લાન્ટ માથી પાણી ખાલી કરવાની પ્રક્રિયા દાયકાઓ સુધી ચાલશે. પાણી સમુદ્રમાં ત્યારે જ છોડવામાં આવશે જ્યારે તેનું શુદ્ધિકરણનું સ્તર સુનિશ્ચિત કરવામાં આવશે.”

જાપાનમાં 2011માં આવેલી સુનામીમાં ફુકુશી પરમાણુ પ્લાન્ટને ખતરનાક રીતે અસર થઈ હતી. તે સુનામીમાં રેડિયેશન લીક થવા લાગ્યું અને હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું. હાલમાં, પ્લાન્ટની ટાંકીમાં લગભગ 1.25 મિલિયન ટન પાણીનો સંગ્રહ થયેલો છે. એડવાન્સ્ડ લિક્વિડ પ્રોસેસીંગ સિસ્ટમ(ALPS) તરીકે ઓળખાતી પમ્પિંગ અને ફિલ્ટરેશન સિસ્ટમ, દરરોજ પ્રદૂષિત પાણીને ફિલ્ટર કરે છે અને તેમાંથી મોટાભાગના રેડીઓએક્ટિવ તત્વોને દૂર કરે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here