Abtak Media Google News

20 થી 30 ફૂટ લાંબો એનાકોન્ડા એક મોટી બસ જેવડો તેનો આકાર હોય છે: માદા નર કરતાં મોટી જોવા મળે છે જે બે  ત્રણ ડઝન જીવતા બચ્ચાને જન્મ આપે છે: બચ્ચા જેવા જન્મે તેવા જ પાણીમાં તરવા અને શિકાર કરવાની ક્ષમતા ધરાવે છે: તેનું એવરેજ આયુષ્ય દશ વર્ષનું હોય છે

‘એનાકોન્ડા’ નામ સાંભળતા જ આપણને ડર લાગવા લાગે છે, આપણે તેની આવેલી અંગ્રેજી ફિલ્મમાં તેની વાતો જોઇ હોવાથી તેની લંબાઇ, તાકાત, શિકાર  ઝડપ વિગેરે દ્રશ્યો નિહાળ્યા ત્યારે તેની ભયંકરતા સમજાઇ હતી. દક્ષિણ અમેરિકાની બિન-ઝેરી બોઆ પ્રજાતિ એટલે એનાકોન્ડા. તે દુનિયાનો સૌથી જાડો અને લાંબો સાપ છે. આ વિશાળ સાપને વોટર બોવા પણ કહેવાય છે. તે છિંછરા, કાદવવાળા નાના સરોવરમાં વધુ જોવા મળે છે. તે શિકારથી છૂ5ાઇને એટેક કરવાની કુશળતા રાખે છે.  બચ્ચા આપનાર માદા એનાકોન્ડા નર કરતા વધુ જાડી હોય છે. એક સાથે 20 થી 40 વચ્ચે બચ્ચાનો જન્મ આપે છે જે જન્મતા વેંત શિકાર કરવા અન પાણીમાં તરવાની ક્ષમતા ધરાવે છે. સૌથી મોટા એનાકોન્ડા 18 ફૂટના અને 300થી વધુ પાઉન્ડ વજન ધરાવતા જોવા મળ્યા છે.

બધા સાપની જેમ તે  કરે છે, બધા સાપ માંસાહારી જ હોય છે. એનાકોન્ડા પણ 4થી વધુ વખત ખોરાક લે છે જેને પચવા માટે ત્રણ મહિના જેટલો સમય લાગતો હોય છે. મોટા ભાગે તે રાત્રે શિકાર કરવાની ટેવ ધરાવે છે. તે શિકારને દબાવીને મારી નાંખે છે, ઘણીવાર તો તે શિકારને લઇને પાણીમાં ડૂબી જાય  અન્ય નાગની જેમ તે પણ માથાને પહેલા ગળી જાય છે. એક નવાઇ વાતએ છે કે સાપ ક્યારેય ખોરાકને ચાવતા હોતા નથી તેથી ગળીને ખાય જાય છે. તેના જડબા એકબીજા સાથે ખેંચાયેલા અસ્થિબંધનથી જોડાયેલા હોવાથી તેની તાકાત ગજબની હોય છે. તે ગળેલા ખોરાકને પેટના ખૂબ જ મજબૂત એસીડ વડે પચાવે  તેમનો મુખ્ય ખોરાક ડુક્કર, હરણ, અમુક મગરો, પક્ષીઓ, ઊંદર, માછલીઓ કે અન્ય પ્રાણીઓ હોય છે. મોટા પ્રાણીને આરોગ્યા બાદ ત્રણ-ચાર મહિના તેને ખોરાકની જરૂર પડતી નથી, વીકથી વધુ સમય આરામ અવસ્થામાં પડ્યો રહે છે.

તે જમીન ઉપર બોઝલ થઇ જાય છે પણ પાણીમાં ઝડપથી છૂપાઇ શકે અને ડબલ ઝડપથી બહાર નિકળવાની તાકાત ધરાવે છે: એકવાર ભોજન લિધા બાદ બે મહિના ભોજન કરતો નથી: તે  હાથીને મારી નાંખવાની ક્ષમતા ધરાવે છે

25C12C294C3Fbb64C2B44B967C3B2B01

એનાકોન્ડા યુનેકટસ જીનસની ચાર પ્રજાતિઓ વિશ્ર્વભરમાં જાણિતી છે જેમાં બોલિવિયન એનાકોન્ડા, ડાર્ક સ્પોટેડ એનાકોન્ડા, લીલા  અને પીળા એનાકોન્ડા જેવી હોય છે. તે મુખ્યત્વે બોલિવિયા, પાંડોના, દક્ષિણ અમેરિકા, બ્રાઝિલ, ફ્રેન્ચ, ગુયાના, કોલંબિયા, વેનેઝુએલા, એકવાડોર, પેરૂ, ત્રિનિદાદના ટાપુ, એન્ડીસની જેવા દેશોમાં વિશેષ જોવા મળે છે. પીળો એનાકોન્ડા, પેરાગ્વે, આજેર્ન્ટીના, બોલિવિયા તેમજ દક્ષિણ અમેરિકામાં જ જોવા મળે છે. 1997માં આવેલી એનાકોન્ડા ફિલ્મને કારણે તે જાણિતો બન્યો હતો.

કે વોટર બોવા જીનસ યુનેકટસના મોટા સાપોનો એક સમુહ છે, જે ઉષ્ણકટિબંધવાળા દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. પવર્તમાન યુગમાં તેની ચાર પ્રજાતિઓનું અસ્તિત્વ છે. તેની ઉપજાતીને બોના કહેવાય છે. બોઆ લિનિયસ 1758થી પ્રચલિત થયા હતા, જે સાપોના સમુહને ….. પડે છે. લીલો એનાકોન્ડા જે વજન લંબાઇને હિસાબે દુનિયાનો સૌથી  અને લાંબો સાપ છે. દક્ષિણ અમેરીકામાં પહેલા તેને આનાકોના કે આનાકાઓ કહેતા હતા. એનાકોન્ડા શબ્દ શ્રીલંકાના એક સાપ ઉપરથી લેવામાં આવ્યો છે. 1984માં પણ એક વિશાળકાય સાપનું વર્ણન જોવા મળે છે.

1768માં સ્કોટીસ મેગેઝીનમાં ઉલ્લેખ જોવા મળે છે. જંગલ તથા પશુ-પ્રાણીઓ ઉપર સંશોધન કરતા એડવીને એક ટાઇગરને એનાકોન્ડા કચડીને  કરીને મારી નાંખે છે તે દ્રશ્ય નિહાળ્યું હતું. શ્રીલંકામાં ક્યારેય વાઘ હતા નહી જો કે મોટા હાથીને પણ મારી નાંખે તેવી શક્તિ એનાકોન્ડામાં જોવા મળે હતી. આ ગાળામાં તેની પ્રજાતિ વિશે ઘણી ખોટી વાતો પ્રચલિત હતી. બ્રાઝિલમાં તેને સુચુરી કે સુકોરીજુ અને સુકરીઉબા નામથી ઓળખાય છે. એનાકોન્ડા શબ્દની સાથે  મહાકાય સાપોની પ્રજાતિઓ જોડાયેલી છે. દક્ષિણ અમેરિકામાં જોવા મળતા પાણીના સાપોના એક સમુહ જીનસ યુનેકટસની કોઇપણ પ્રજાતિનો ઉલ્લેખ જોવા મળે છે.

– યુનેકટસ નોટીયસ : પીળા એનાકોન્ડાની એક નાની પ્રજાતિ છે. જે પૂર્વ બોલીવીયા, દક્ષિણ બ્રાઝિલ, પેરાગ્વે અને પૂર્વોતર આર્જેટીનામાં જોવા મળે છે.

– યુનેકટસ મુરિનસ : લીલો એનાકોન્ડા  સૌથી મોટી પ્રજાતિ છે જે કોલંમ્બિયા વેનેજુએલા, ઇક્વાડોર, પેરૂ, બોલિવિયા, ગિયાના, બ્રાઝિલ, વેસ્ટ ઇન્ડિઝ, ટ્રીનીદાદ કે ટોબેકોમાં જોવા મળે છે.

– યુનેકટસ ચાઉએન્સિ : ઘાટા રંગના ધબ્બા વાળા એનાકોન્ડા એક દુર્લભ પ્રજાતિ છે. જે બ્રાઝિલના ઉત્તર-પૂર્વ અને ફ્રેંચ ગયાનામાં જ જોવા મળે છે.

– યુનેકટસ બેનિયેન્સિસ : બોલિવિયા એનાકોન્ડા  બોલીવિયા અને પંડો વિભાગમાં જોવા મળે છે.

આ ચાર પ્રકારનાં એનાકોન્ડા વિશ્ર્વમાં હાલ જોવા મળી રહ્યા છે. લીલા એનાકોન્ડાનું નામ ગ્રીક શબ્દ પરથી પડેલ છે. જેનો અર્થ સારો તરવૈયો થાય છે અને લેટીનમાં મુરીસનો અર્થ ચૂંહોકા શિકારી થાય છે જે તેની ઊંદરના શિકાર કરવાની ટેવને કારણે જાણીતું બન્યું હતું.  જુદી-જુદી 8 પ્રજાતિઓમાં જોવા મળે છે, જેને બોઆ તરીકે ઓળખાય છે. જે સામાન્ય રીતે મોટા સાપોના પ્રકાર માટેના પ્રાચિન લેટીન શબ્દ પરથી આવ્યો હતો. લીલા એનાકોન્ડાનું વજન 550 પાઉન્ડ સુધી જોવા મળે છે. અમેરિકામાં જોવા મળતા આ સૌથી મોટા સાપનું વૈજ્ઞાનિક નામ યુનેકટસ મુરિનસ છે જે 20 થી 30  લાંબો હોય છે. એક મોટી બસ જેવડો તેનો આકાર હોય છે. તેની અન્ય એક પ્રજાતિ રેટી ક્યુલેટે ડપાયથન જે થોડો નાનો હોય છે પણ એનાકોન્ડાના વિશાળ પરીઘ એને ડબલ ભારે બનાવી દે છે.

એનાકોન્ડા કાદવ-કિચડ કે ધીમી ગતિએ ચાલતી નદીમાં રહે છે. મોટાભાગે તે ઓરીનોકા, બેસિનના ઉષ્ણ કટીબંધના વર્ષા  રહે છે, તે જમીન ઉપર બોઝલ થઇ જાય છે પણ પાણીમાં ઝડપથી છૂપાઇ શકે અને બહાર પણ ઝડપથી નિકળી શકે છે. તેના આંખ અને નાકના છિદ્રો તેના માથાથી ઉપર હોવાથી તે હમેંશા શિકારની રાહમાં હોય છે. જો કે મોટા ભાગે પાણીમાં ડૂબેલો જ રહે છે. માદા ઇંડાનું ધ્યાન રાખે  બચ્ચા બે ફૂટ લાંબા હોય છે. એનાકોન્ડાનું એવરેજ આયુષ્ય દશ વર્ષ જેટલું હોય છે.

1684માં એક વિશાળકાય સાપનું વર્ણન જોવા મળેલું !!

1768માં સ્કોટીસ મેગેજીનના ઉલ્લેખ મુજબ પશુ-પ્રાણીના સંશોધનકારે એનાકોન્ડા એક ટાઇગરને કચડીને મારી નાંખે છે તેવું દ્રશ્ય તેને જોયું હતું. જો કે તે મોટા હાથીને મારી નાંખવાની ક્ષમતા  છે. એનાકોન્ડા શબ્દ શ્રીલંકાના એક સાપ ઉપરથી લેવામાં આવ્યો છે અને 1684માં પણ એક વિકરાળ મહાકાય સાપનું વર્ણન જોવા મળે છે. દુનિયાના કોઇ સાપ શિકારને ચાવતા જ નથી તેને તે ગળી જાય છે. પેટના ઝલદ એસિડ દ્વારા ધીમી ગતીએ તે તેને પચાવે છે. હાલ દુનિયામાં ચાર પ્રકારની પ્રજાતિના એનાકોન્ડા  મળે છે. તેની ઉપપ્રજાતિ બોના લિનિયસ 1758થી પ્રચલિત થયા હતા. વિશ્ર્વમાં પાંચ હજારથી વધુ પ્રજાતિના સાપો જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.