ભારતમાં કોરો નો સામે ચાલી રહેલી યુદ્ધ જેવી કામગીરીમાં વિશ્વભરના દેશો ભારતને મદદરૂપ થવા માટે તત્પર બન્યા છે ઇંગ્લેન્ડ  આ દિશામાં વિશેષ રૂચિ દાખવી હોય તેમ મેડિકલ સાધન સહાય અને ઓક્સિજન ઉપકરણોની ભારતમાં કોઈ ખોટ ન પડે તે માટે ઇંગ્લેન્ડએ એક પછી એક સહાય મોકલવાનું અવિરત ચાલુ રાખ્યું છે શુક્રવારે રિટર્નના નોર્ધન આયર્લેન્ડ થી બ્રિટનનું વિશ્વનું સૌથી મોટું  કાર્ગો પ્લેન ભારત આવવા ઉડાન ભરી હતી

ફોરેન કોમનવેલ્થ ડેવલોપમેન્ટ ઓફિસ દ્વારા રવાના કરવામાં આવેલા આ જહાજમાં જીવન રક્ષક કીટ અને જરૂરી સાધનો સાથે એન્ટોન આવ 124 એરક્રાફ્ટ કે જે સમગ્ર વિશ્વનું સૌથી મોટું માલવાહક જહાજ ગણાય છે તે આવતીકાલે રવિવારે સવારે નવી દિલ્હી લેન્ડ કરે તેવું માનવામાં આવી રહ્યું છે ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા ઈંગ્લેન્ડથી આવેલી આ તમામ સાધન સહાય અને સંબંધિત જરૂરી હોસ્પિટલમાં પહોંચાડવાનું નેટવર્ક સંભાળવામાં આવશે ત્રણ ઓક્સિજન પ્લાન્ટ ક્ધટેનર કે જે 500 લિટર ઓક્સિજન પ્રતિ મિનિટ ની હિસાબે ઉત્પન્ન કરી શકે છે અને તે એક સાથે 50 લોકોના ઉપયોગમાં આવી શકે તેમ છે કે ઈંગ્લેન્ડે વધારાની ઓક્સિજન ગીતો મોકલવા નું વચન આપ્યું હતું સાથે સાથે જીવન રક્ષક અને કોરોના ના દર્દીઓને ઉપયોગી થાય તેવી કીટ અને જરૂરી સાધનને અત્યારે જરૂરિયાત છે ત્યારે ઇંગ્લેન્ડ ભારત ના મિત્ર રાષ્ટ્ર તરીકેની ફરજ અને પોતાનું ઉત્તરદાયિત્વ સમજીને વિશ્વના સૌથી મોટા ગણાતા કાર્ગો પ્લેન માં ગઈકાલે જ સહાય રવાના કરી દીધી હતી જે રવિવાર સુધીમાં ભારત પહોંચી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.