Abtak Media Google News

 

અબતક, રાજકોટ

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી 504 ફૂટ ઉંચા ઉમિયા મંદિર વિશ્વઉમિયાધામનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. રવિવારે સવારે 80 ફૂટ ઉંડા અને 4 ફૂટ પહોળાં પ્રથમ પાઈલીંગ સાથે વિશ્વઉમિયાધમ મંદિરનું નિર્માણ કાર્ય આરંભાયું છે. સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે મંદિર નિર્માણ વિશે વાત કરતાં કહ્યું કે મંદિરનું સ્ટ્રક્ચર 80 ફૂટ ઉંડા 1200 પાઈલ પર ઉભું થશે. વિશ્વઉમિયાધામએ વિશ્વનું એવું પ્રથમ મંદિર હશે જેમાં 1200 પાઈલ મંદિરનું સ્ટ્રક્ચર ઉભું થશે. આ 1200 પાઈલ્સમાં હજારો ટન સિમેન્ટ અને અનેક ટન લોખંડનો ઉપયોગ થશે. પાઈલીંગથી શરૂ થયેલા મંદિર સ્ટ્રક્ચરના કાર્યરંભ પ્રસંગે પ્રમુખશ્રી આર.પી પટેલ અને ઉપપ્રમુખશ્રી વી.પી પટેલે યજ્ઞનો લાભ લઈ મંદિરનું કાર્ય નિવિધ્ને પૂર્ણ થાય એવી મા ઉમિયાને પ્રાર્થના કરી હતી.

આ ઉપરાંત 15મી જાન્યુઆરી 2022ને શનિવારથી વિશ્વઉમિયાધામ-જાસપુર ખાતે દર્શને આવતાં મા ઉમિયાના ભક્તો માટે ઉમાપ્રસાદમની શરૂ થશે. વિશિષ્ટ મહેમાનો અને અમેરિકા-કેનેડાથી પધારેલાં પાટીદાર અગ્રણીઓની હાજરીમાં નિશૂલ્ક ઉમાપ્રસાદની શરૂઆત થશે. નિશૂલ્ક ઉમાપ્રસાદ માટે અત્યાર સુધીમાં અલગથી 2કરોડથી વધુનું દાન પણ આવેલું છે…

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.