Abtak Media Google News

હિતેશ રાવલ – સાબરકાંઠા 

ગુજરાતમાં છેવાડાના વ્યક્તિ સુધી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે ફાળવેલ ગ્રાન્ટ ઉચ્ચતમ સુવિધાઓ મેળવી શકે તે માટે આજે સાબરકાંઠાના હિમતનગર ખાતે જિલ્લાની ૬ નગરપાલિકાઓના ચીફ ઓફિસર સહિત પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે રીઝનલ કમિશ્નરની સંકલન બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તમામ ગ્રાન્ટનો ઉપયોગ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો જોકે હજુ સુધી કેટલીયે નગરપાલિકાઓને આપેલી સ્વચ્છતાની ગ્રાન્ટ આપી શક્યા નથી જેના માટે જાગૃત બનવા અપીલ કરવામાં આવે છે.

ગુજરાતની તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસર સહિત પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે ગુજરાત સરકારના પ્રાદેશિક કમિશ્નર સંકલન બેઠક યોજવાના છે જેની શરૂઆત સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી થવા પામી છે જેમાં હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાની તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસર પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સાથે સંકલન બેઠક યોજી હતી જેમાં સ્વચ્છતા ની ગ્રાન્ટથી લઈ નગરપાલિકા વિસ્તારની વિવિધ સમસ્યાઓ તેમજ તેમની ફાળવાયેલી રકમનો સંપૂર્ણ ઉપયોગ કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. સાથો જ ગ્રીન ઉર્જા તરીકે પ્રસ્થાપિત થયેલી સોલર ઉર્જા મામલે પણ તમામ નગરપાલિકાઓ એ હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવ્યું હતુ સાથોસાથ પાલિકા મહાનગર પાલિકા ના ગુજરાત પ્રદેશ કમિશનરે જણાવ્યું હતું કે છેવાડાના વ્યક્તિ સુધી દરેક સુવિધા પહોંચે તેવી વહીવટી તંત્રની નેમ છે.

Screenshot 9 11

આજે યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકારે આપેલા નાણાનો પુરેપુરો ઉપયોગ કરવા ઉપર પણ ભાર મુકાયો છે વર્ષ પૂરું થઈ ગયું હોવા છતાં હજુ પણ કેટલીએ નગરપાલિકાઓને ફાળવાયેલી રકમ ના ૪૦થી ૫૦ ટકા જેટલી રકમ બાકી હોવાના પગલે તેમણે જણાવ્યું હતું કે કામ થયા વિના રકમ જમા થાય તો સંકલનનો અભાવ હોવાનું માની શકાય તેમ છે ત્યારે સમસ્યાના સમય સંકલન થકી સિદ્ધિ મેળવવા પ્રયાસ કરવો ખૂબ મહત્વનું છે તેમજ અન્ય પાલિકાઓમાં કોઈ વિરોધાભાસ હોય તો તેને દૂર કરવાનો પ્રામાણિક પ્રયાસ કરવામાં આવશે જેમાં હિંમતનગરની હાથમાંથી નદીમાં ગટરનું પાણી છોડવાના મામલે તેમને જણાવ્યું હતું કે આ મામલે સત્ય વિગતો પ્રકાશિત કરી જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.