કાલાવડના ચારણ પીપળીયાના યુવાનને પથ્થર મારી મોતને ઘાટ ઉતારાયો

death
death

કામ બાબતે ઝઘડો થતા વાડી માલિકે શ્રમજીવીને માર મારી ઢીમઢાળી દીધું

કાલાવડ તાલુકાના ચારણ પીપળીયા ગામે ખેત મજુરી કરતા યુવાનને વાડી માલિકે કામ બાબતે ઝઘડો કરી પથ્થરના ઘા મારી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર ગામના વતની રવિ મોહનસિંગ બધેલ નામના 25 વર્ષના યુવાન લોહી લુહાણ હાલતમાં વાડીએ પડયો હોવાથી તેને સારવાર માટે બાજુની વાડીમાં ખેત મજુરી કરતા યુવાન સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

ગંભીર રીતે ઘવાયેલા રવિ બધેલનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. રવિ બધેલને બે દિવસ પહેલાં વાડીએ કામ બાબતે વાડી માલિક રસિક લવજી રામાણી સાથે ઝઘડો થયો હોવાતી તને પથ્થર મારી હત્યા કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મૃતક રવિ બધેલની પત્ની સગર્ભા હોવાથી તેણી પોતાના વતન મધ્યપ્રદેશ ગઇ છે. મૃતક ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચ્ચેટ છે. તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળે છે.

પોલીસે વાડી માલિક રસિક રામાણી સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.